સોમનાથમાં પ્રભાતોત્સવની ભાવના પૂવર્ક ઉજવણી

  • સોમનાથમાં પ્રભાતોત્સવની ભાવના પૂવર્ક ઉજવણી
  • સોમનાથમાં પ્રભાતોત્સવની ભાવના પૂવર્ક ઉજવણી

શ્રી કૃષ્ણએ નિજધામ ગમન કર્યુ એ દિવસની ભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી હતી. પ્રભાસોત્સવ ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી જેમાં ગુજરાતભરના કલાકારો દ્વારા નટરાજની સુરઆરાધના કરવામાં આવી હતી. ચૈત્ર સુદ એકમના પ્રાત: કાળે સુર્યના વધામણા કરવામાં આવેલ, ગોલોકધામ ખાતે નુતન ધ્વજારોહણ, વિષ્ણુયાગ યજમાન વેજાણંદભાઇ વાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ જેઓનુ સન્માન ટ્રસ્ટી પ્રો.જે.ડી. પરમાર દ્વારા કરવામાં આવેલ, શ્રી કૃષ્ણ ગોલોકધામ ગમન સમય બપોરે 2 કલાક 27 મીનીટ 30 સેકંન્ડે પાદુકા પુજન બાસુરી વાદન આરતી શંખનાદ વિગેરે કરવામાં આવેલ. સાંજે સંસ્કાર ભારતીના કલાકારો દ્વારા રાસ ગરબા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના છાત્રો દ્વારા ગીતાપાઠ, સહસ્ત્રદિપ આરતી સહિત અનેક વિધ ધાર્મીક કાર્યક્રમો યોજાયા જેમાં બહોળી સંખ્યામાં યાત્રીઓ સ્થાનીકો સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી.પરમાર,કો-ઓર્ડિનેટર ડો.યશોધર ભટ્ટ, બિપિનભાઇ સંઘવી સહિત સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. (તસવીર:- રાજેશ ઠકરાર - વેરાવળ)