અક્ષરધામ સોસાયટીમાં રહેતો પરિવાર લગ્નમાં ગયોને પાછળથી તસ્કરો ત્રાટક્યા: 4.41 લાખની ચોરી

બાજુમાં બંધ રહેલ મકાનમાંથી તસ્કરો રોકડ-દાગીના મળી રૂા.2.55 લાખ લઈ ગયા
અમરેલી તા,20
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચોરીનો ભારે ઉપદ્રવ હોય, છાસવારે ઘરસ્ફોડ તથા દુકાનોના શટર ઉચકાવી તસ્કરો ચોરી કરી કિંમતી માલ-સામગ્રીની ચોરી કરી લઈ જતાં હોય, પોલીસે રાતના સમયે પેટ્રોલીંગ વધારવું જરૂરી બન્યું છે. જેમાં શહેરના છેવાડાના વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવી જરૂરી બની છે.
અમરેલી શહેરના પોલીસ હેડ કવાર્ટર તથા સીટી પોલીસ લાઈનમાં ચોરીની ઘટના બન્યા બાદ પણ પોલીસની આંખ નહીં ઉઘડતા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવો બન્યા છે ત્યારે અમરેલી શહેરના છેવાડાના વિસ્તાર તરીકે ઓળખાતા ધારી રોડ ઉપર આવેલ અક્ષરધામ સોસાયટીમાં ગઈકાલે રાત્રીના સમય દરમિયાન જ કોઈ તસકરોએ બે બંધ રહેણાંક મકાનમાં ત્રાટકી રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.600 લાખના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. આ બનાવમાં પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલીના ધારી રોડ ઉપર માળેલ અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને એસી રીપેરીંગનો વ્યવસાય કરતા વિજયભાઈ મધુભાઈ ધંધુકિયા નામના યુવકનો પરિવાર પોતાના ગુરૂને ત્યાં ભેડા અપરિયા ગામે ગયેલો ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ ઘરના દરવાજા અને લોખંડની ગ્રીલના તાળા તોડી અને બે રૂમમાં અંદરથી તાળા તોડી લોખંડની તિજોરીમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડ મળી કુલ રૂા.4,41,000ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયો હતો.
જ્યારે બાજુમાં જ રહેતા અશોકભાઈ નંદનલાલભાઈ ધામેચાના બંધ મકાનમાં પણ ઘટના તાળા તોડી તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ 2.55.468ના મુદ્દામાલની ચોરી કરીને લઈ જતાં પોલીસે આ બનાવમાં કુલ રૂા.6.96,468ની ચોરીની ફરિયાદ નોંધી અમરેલી સીટી પીઆઈવીઆર ચૌધીરીએ ડોગસ્કવોડ તથા ફીંગરપ્રિન્ટ નિષ્ણાંતની મદદ લઈ ચોરીનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધર્યો છે જ્યારે વિભાગીય પોલીસ વડા એલ.બી.મોણપરાણઅણે બનાવ સ્થળની મુલાકાત લઈ જરૂરી સુચના આપી તમામ તસ્કરોને ઝડપી લેવા તાકીદ કરી છે.