આ વર્ષે ઉનાળામાં સૂર્યદેવતાનો પ્રકોપ વધશે

સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે એ સાથે એપ્રિલ મહિનામાં આકરા તાપની શરૂઆત થશે
રાજકોટ તા.13
સામાન્યરીતે હોળીનો તહેવાર જાય એટલે આપણે ગરમીની શરુઆત ધીમે ધીમે શરુ થવા લાગે છે અને વર્ષે ચૈત્રમાં સામાન્ય કરતા આસરે 12દીવસ વહેલો શરુ થશે તેમાં ખાસ કરીને ચૈત્ર દનૈયાનું મહત્વ વધારે ગણાય જો ચૈત્ર માસમાં ચૈત્ર દનૈયામાં ખુબ વધારે ગરમી પડે તો ખુબ વધારે ગરમી પડે તો ચોમાસુ સારુ થાય છે આમ ચૈત્ર માસ માં તા.5/4/18 થી 12/4/18 સુધીના આઠ દિવસ ચૈત્ર દનૈયાના છે ચૈત્ર માસમાં પાંચ રવિવાર છે અને પાંચ સોમવાર છે આથી ઠંડી ગરમીનું પ્રમાણ મિશ્ર રહેશે સવારના ભાગે ઠંડી તથા રાત્રીના ભાગે પણ શરુઆતમાં ઠંડી જોવા મળે બપોરના ભાગે ગરમી જોવા મળશે પરંતુ ચંત્ર વદમાં શની+મંગળતની ધન રાશીમાં અગ્નિતત્વની રાશીમાં યુતી હોતા એકદમ ગરમીનું પ્રમાણ વધી જાય ગરમીનો પારો 43 ડીગ્રી આસપાસ પહોંચી જાય ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્રમાં ગરમી ખુબ ઉચી રહેશે. તેમા ખાસ કરીને તા.5/4/18 થી 9/4/18 સુધીમાં ગરમીનો પારો ખુબ ઉંચો જશે જે સામાન્ય કરતા 3 થી 4 ડીગ્રી ઉચો રહેશે. તારીખ 14/4/18 થી સૂર્ય પોતાની ઉચ્ચરાશીમેષ રાશીમાં પ્રવેશ કરશે તેની સાથે જ એકદમ આકરાતાપની શરુઆત થશે અને તારીખ 20/4/18થી ગ્રીષ્મ ઋતુની શરુઆત થશે. વૈશાખ મહીનામાં પાંચ મંગળવાર છે આથી ગરમી પોતાના પાછલા બધા રેકોર્ડ તોડે તો નવાઈ નહી.
તારીખ 18 એપ્રીલથી 21 એપ્રિલ સુધી તથા 25,26,27 એપ્રીલ ગરમીનો પારો ખુબ ઉંચો રહેશે. તારીખ 2/5/18થી મંગળ પોતાની ઉચ્ચ રાશી મકરમાં પ્રવેશ કરશે. સૂર્ય મેષ રાશીમાં છે. આથી તારીખ 2/5/18 સુધી મા ગરમીનો પારો કરે તો નવાય નહી તેમા ખાસ કરીને 4.5 અને તાારીખ 14, 15 મે ગરમીનો પારો ખુબ ઉચો રહેશે.પોતાના રેકોર્ડ તોડવાની શકયતા ખરી પીવાના પાણીની અછત જણાશે.
તારીખ 14/5/18 થી સૂર્ય વૃષભ રાશી મા પ્રવેશ કરશે સાથે બફારાનું પ્રમાણ વધશે. તારીખ 16મેથી 26મે સુધીમાં અધિક માસમાં માવઠાની શકયતા નકારી ન શકાય 26મે બાદ ગરમીનું પ્રમાણ ઓછુ અને બફારાનું પ્રમાણ વધારે રહેશે. વૈશાખ મહીનામાં મંગળવારી અમાસ હોતા મોંઘવારીમાં વધારો થાય વરસાદ ખેચાય વરસાદ થોડો મોડો પડે અનાજના ભાવમાં પણ ધવારો થાય.તારીખ 25/4/18 થી 30/4/18 અને 16મેથી 26મે સુધીમાં માવઠાની શકયતા ખરી આ સમય દરમ્યાન લોકોએ પોતાના આરોગ્યની ખાસ જાણવાણી રાખવી જરૂરી બનશે.
- શાસ્ત્રી રાજદીપ જોશી