બીમારીથી કંટાળી મહિલાનો આપઘાત

રાજકોટ: મોટા મવામાં શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા જયાબેન ભવનભાઈ કોરાટ (ઉ.51) નામના મહિલાએ આજે વહેલી સવારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટા બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સવારે પુત્ર નીતિન માતાને ઉઠાડવા ઉપરના રૂમમાં ગયો ત્યારે માતાને લટકતા જોઈ હતપ્રત થઈ ગયો હતો. તાલુકા પોલીસ મથકના એએસઆઈ આર.બી. જાડેજા અને રાઈટર દિવ્યરાજસિંહ પ્રાથમિક કાગળો કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક જયાબેનને સંતાનમાં બે પુત્રો છે. જયાબેનને ઘણા વર્ષોથી મગજ અને કમરની તકલીફ હોય જેનાથી કંટાળી આ પગલું ભરી લીધું હતું.