અંધ અને બધિર વૃદ્ધોએ પૌત્રીની ઉંમરની સગીરાની જિંદગી બગાડી

ઘરકામ કરવાના રોજના રૂા.20 આપતા, નફ્ફટાઇપૂર્વક બંનેએ ગુન્હાની આપેલી કબૂલાત
રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં બહેનો, દીકરીઓની કોઈ સલામતી જ ના હોય તેમ દિવસે ને દિવસે દુષ્કર્મની ફરિયાદોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રાજકોટના કોઠારીયા રોડ પર શ્રમિક પરિવારની 12 વર્ષની સગીરા ઉપર બબ્બે પાડોશી વૃદ્ધોએ નજર બગાડી આંઠ માસ દરમિયાન અવારનવાર દુષ્કર્મ આચરી આંઠ મહિનાનો ગર્ભ રાખી દીધો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ભારે સનસનાટી મચી જવા પામી છે ભક્તિનગર પોલીસે દાદાની ઉંમરના બંને વૃદ્ધ નરાધમોને રાતોરાત દબોચી લઇ મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સભ્ય સમાજને કલંકિત કરતી આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કોઠારીયા રોડ ઉપર ક્વાર્ટરમાં રહેતા એક પરિવારની 12 વર્ષની સગીર દીકરી ઉપર પાડોશી વૃદ્ધોએ દુષ્કર્મ આચરી હોવાની ફરિયાદ તેની માતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી કે ગઢવી સમક્ષ કરતા પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો કરૂણ આક્રંદ સાથે ભોગ બનનાર સગીરાને પોલીસ સ્ટેશને સાથે લઇ જઈ માતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પોતે ગરીબ પરિવારના હોય તેમજ તેમના પતિ માનસિક અસ્થિર હોય તેઓ કઈ કામ કરી શકતા નહિ હોવાથી પોતે છૂટક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
પોતે મજૂરીકામ કરવા માટે બહાર ગયા હોય ત્યારે 12 વર્ષની દીકરી અમારા જ ક્વાટરના બ્લોકમાં પાડોશમાં રહેતા નાનજીભાઈ ધનજીભાઈ જાવિયા ઉમર 66 અને અરવિંદભાઈ કુબાવત રામાનંદી બાવાજી ઉમર 58 વર્ષ છે નાનજીભાઈના ઘરે સગીરા રોટલી બનાવવા સહિતનું ઘરકામ કરવા માટે જતી હતી અને તેના બદલામાં તેણીને 10 રૂપિયા કે 20 રૂપિયોય આપવામાં આવતા હતા દરમિયાન છેલ્લા આઠેક માસ દરમિયાન નાનજીભાઈ અને અરવિંદભાઈ બંનેએ સગીરા કામ કરતી હોય ત્યારે શારીરિક અડપલાં કરી હવસનો શિકાર બનાવી હતી અને અવારનવાર દુષ્કર્મ આચરી શરીરસુખ માણ્યું હતું દીકરી ત્રણ દિવસથી રડતી હોય અને અચાનક પેટ વધવા લગતા માતાએ આ અંગે પૂછતાં તેણીએ સમગ્ર હકીકત વર્ણવી હતી વારંવાર દુષ્કર્મને પગલે દીકરીને આંઠ મહિનાનો ગર્ભ પણ રાખી દીધો હતો આરોપી નાનજીભાઈ કડિયાકામ કરતો હોવાનું જાણવા મળ્યું છે ભક્તિનગર પોલીસે ફરિયાદ અન્વયે નોંધી આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તાબડતોબ દાદાની ઉંમરના બંને નરાધમોને દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ અર્થે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આઈ એમ ઝાલાએ બંનેનો કબ્જો લઇ મેડિકલ સહિતની તપાસ હાથ ધરી છે. વીજશોક લાગતા બાવાજી વૃદ્ધને અંધાપો આવ્યો’તો
સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના ગુન્હામાં પકડાયેલ અરવિંદ કુબાવત નામના બાવાજી વૃદ્ધને ચાર વર્ષ પૂર્વે કોન્ટ્રાકટર સાથે ઇલેક્ટ્રિક કામ કરતી વેળાએ વીજશોક લાગતા અંધાપો આવી ગયો હતો દૂરનું નહિ દેખાતું હોવાનું જાણવા મળ્યું છે.
નાનજીભાઈની પત્ની 3 વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યા છે
જે ઘરમાં સગીરા કામ કરવા જતી તે નાનજીભાઈ જાવિયાની પત્ની ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ પામી હોય ત્યારથી પોતે એકલા રહેતા હતા અને તેના ઘરકામ માટે સગીરા જતી હતી તેના બદલે તેને પૈસા આપતા હતા.
બન્ને આરોપીઓએ શું આપી કબૂલાત
સગીરાનો દેહ અભડાવનાર નાનજીભાઈ જાવિયાએ ત્રણેક વખત અને અરવિંદભાઈએ એક વખત દેહ અભડાવ્યો હોય તેમજ અડપલાં કર્યા હોવાની કબૂલાત આપી હતી.