અમિતાભની તબિયત લથડી: શૂટિંગ કેન્સલ


મુંબઇ તા. 13
બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. આ વાતની જાણકારી તેમણે પોતાના બ્લોક પર આપી છે. હાલમાં અમિતાભ બચ્ચન ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનના શૂટિંગ માટે રાજસ્થાનના જોધપુરમાં છે. હાલમાં બિગ બી સાથે અભિનેતા આમિર ખાન છે. ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનના શૂટિંગ દરમિયાન બિગ બીની તબિયત બગડી હતી ત્યાં જ શૂટિંગ દરમિયાન તેમની તબિયત વધારે ખરાબ થઇ ગઇ હતી. તમને જણાવી દઇએ કે, આ પહેલા ફિલ્મનાં શૂટિંગ માટે બિગ બી થાઇલેન્ડ ગયા હતા જ્યાં પણ તેમની તબિયત વધારે બગડી ગઇ હતી. આ વાતની જાણકારી પણ બિગ બીએ પોતે જ આપી
હતી. બિગ બીએ પોતાના બ્લોકમાં લખ્યું કે, તબિયત ખરાબ લાગી રહી છે. તેઓ સારવાર માટે મુંબઇ રવાના થશે.ખબરો અનુસાર, અમિતાભ એક ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઇ પરત ફરશે. તમને જણાવી દઇએ કે, હાલમાં જ કેટલાક દિવસો પહેલા કોકિલાબેન હોસ્પિટલમાં અમિતાભ બચ્ચનનું રૂટિન ચેકઅપ થયુ હતું.
અમિથાભ બચ્ચને પોતાના બ્લોકમાં લખ્યુ-સવારનાં 5 વાગ્યા છે. એક નવી સવારની શરૂઆત, કેટલા લોકો જીવવા માટે કામ કરે છે અને મહેનત કરે છે. આ ખુબ જ કઠોર છે. મુશ્કેલીઓ વીના કંઇ જ મેળવી શકાતુ નથી. ખુબ જ નારાશા અને દર્દ થશેત્યારે જ આપણા સૌથી આશા પૂર્ણ થશે ક્યારેક થશે તો ક્યારેક નહી થાય જ્યારે તેઓ ન કહે ત્યારે આપણે પોતાનું સારૂ આપવાની આવશ્યક્તા હોય છે.
બિગ બીની તબિયત ખરાબ થવાના સમાચાર મીડિયામાં આવતાની સાથે જ અમિતાભ બચ્ચનનાં પ્રસંશકો હજારોની સંખ્યમાં જોધપુર એરપોર્ટ પર પહોંચી ગયા છે. ઘણા લોકો તેમની હોટલની આસપાસ પણ એકઠા થઇ ગયા છે. તમામ લોકો જાણવા ઇચ્છે છે કે, આખરે તમના પસંદીદા સુપરસ્ટારને શું થયુ છે.