દક્ષિણ ભારતની 3 ટ્રેનોમાં થર્ડ એસીના વધારાના કોચ

રાજકોટ તા.13
રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસીઓની માંગણી અને ઉનાળાના વેકેશન દરમિયાન તેમની સુવિધાને ઘ્યાનમાં રાખતાં ટ્રેન નૈ. 16312/ 16311 કોચૂવેલી-બીકાનેર એક્સપ્રેસ 22663/ 22664 ચૈન્નઈ એગ્મોર-જોઘપુર એક્સપ્રેસ તથા 16733/16734 રામેશ્ર્વરમ ઓખા એક્સપ્રેસમાં એક એક સ્લીપર કોચ ઘટાડીને થર્ડ એસી કોચ અસ્થાપી રૂપે જોડવામાં આવી રહ્યો છે. આ મુજબ ટ્રેન નં. 16311/16312 કોચૂવેલી-બીકાનેર એક્સપ્રેસમાં તા.16 જૂન સુધી કોચૂવેલી થી તથા 11 જૂનથી બીકાનેર થી એક થર્ડ એસી કોચ લગાડવામાં આવશે. ટ્રેન નં. 22663/22664 ચૈન્નઈ એગ્મોર-જોઘપુર એક્સપ્રેસમાં 9 જૂન સુભી ચૈન્ન્ઈ એગ્મોરથી તથા 11 જૂન સુધી જોઘપુરથી એક થર્ડ એસી કોચ લગાડવામ)ં આવશે. તેજ રીતે ટ્રેન નં. 16773/16734 રામેશ્ર્વરમ-ઓખા એક્સપ્રેસમાં તા.22 જૂન સુધી રામેશ્ર્વરમ થી તથા 26 જૂન સુધી ઓખા થી એક થર્ડ એસી કોચ લવાડવામાં આવશે.