ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું કરાયું સન્માન


રાજકોટ તા.13
ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ અને રાજકોટ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જુદા જુદા ક્ષેત્રોમાં ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ અને પ્રમુખ પરેશભાઇ ગજેરા, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ વલ્લભભાઇ સતાણી તથા ટ્રસ્ટીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ખોડલધામ ટ્રસ્ટના મહીલા ટ્રસ્ટી શર્મીલાબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ ખોડલધામ યુવતિ સમિતિ દ્વારા વિશ્ર્વ મહીલા દિવસની ઉજવણી કરાઈ હતી.
આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રોમાં ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 20 વર્ષથી સશક્તિકરણ અને ગરીબ બાળકોને શિક્ષણ માટે કામ કરતા અનારબેન પટેલ, બિઝનેસ વુમન અને પટેલ એન્જીનીયરીંગ લીમીટેડના ડેપ્યુટી ડાયરેકટર અને કુંવરજી મુળજી કેળવણી ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રીતીબેન પટેલ 2014માં બેસ્ટ વુમનનો એવોર્ડ મેળવનાર અને ટેસ્ટટયુબ બેબીમાં પીએચ.ડી.ની ડીગ્રી મેળવનાર તથા હાલમાં લેબમાં સીનીયર રીસર્ચ સાયન્ટીસ્ટ તરીકે કામ કરતા ધૃતિ બાબરીયા, એરોનોટીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરી એરક્રાફટ મેન્ટેનસ એન્જીનીયર પાયલોટ તરીકે છેલ્લા 9 વર્ષથી કાર્યરત સરસ્વતી દેસાઈ, 9 વર્ષની ઉંમરથી ગાયનક્ષેત્રમાં સક્રીય યોગીતા પટેલ, ફેશન ડીઝાઈનર યેશા સોરઠીયા, 40 વર્ષથી ઈનડોર-આઉટડોર ફોટોગ્રાફી કરનાર જયાબેન હીરાણી, લેખક નીતાબેન સોજીત્રા, ઈન્ટરનેશનલ કક્ષાએ એશીયન મહિલા ફૂટબોલ ચેમ્પીયનશીપ ભારતીય ટીમમાં પસંદગી પામેલા ભાવનાબેન ખોયાણી 17 વર્ષની વયે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કુચીપુડી ડાન્સફોર્મમાં નામ
નોંધવનાર નૃત્યાંગનઆ ધ્રુવા તોગડીયા અનેક યોગાસ્પર્ધામાં ભાગ લેનાર નિલમ સુતરીયા અને સ્પીકર મનીષાબેન દુધાત તથા આઈ.એ.એસ. ધારા ભાલાળાનું સન્માન કરવામાં આવ્યું હતું.