નાલંદા તીર્થધામમાં પૂ.રંજનબાઇ મ. અને પૂ.પદ્માબાઇ મ.ની 51મી દીક્ષા જયંતિ ઉજવાઇ


રાજકોટ તા.13
ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજીના સુશિષ્યા બા.બ્ર.પૂ. શ્રી રંજનબાઇ મહાસતીજી તથા બા.બ્ર.પૂ. શ્રી પદ્માબાઇ મહાસતીજીની આજે પ1મી દીક્ષા જયંતી પ્રસંગે અન્નદાન, વસ્ત્રદાન, અભયદાન, ઔષધદાન આપવામાં આવેલ છે. આજે આ પ્રસંગે સવારે સાધર્મિકોને જીવન જરૂરીયાતની કીટ તથા દરેકને ગરમાગરમ બ્રેકફાસ્ટ આપેલ. આ સાથે આજે સોનલ સિનિયર સીટીઝનના વિશિષ્ટ જાપનું પણ આયોજન રાખેલ હતું. સાથે સોનલ સહેલી મંડળના અલૌકિક જાપ રાખેલ હતા તે બધાને સુપર એ-1 નવકારશી તથા દરેકને રૂા.પ1/- નું બહુમાન કરવામાં આવેલ હતું. પૂ.બંને મહાસતીજીના જીવનમાં સુરલતા, નિખાલસતા, નિરાભિમાનીતા ખાસ છે. આ પ્રસંગે દિલાવર દાતાઓ શ્રેષ્ઠીવર્યો ગુરૂણી ભકતા, સોનલ સિનીયર સીટીઝન, સોનલ સદાવ્રતના સાધર્મિક ભાઇઓ, સોનલ સહેલી મંડળ આ બધાએ ખાસ ઉપસ્થિત રહી અભિનંદનવર્ષા વર્ષાવેલ હતી. હમણાં જ જૈનધર્મની શાશ્ર્વતી આયંબિલની ઓળી આવી રહી છે. તે માટે નાલંદા તીર્થધામમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે તથા ભવ્યાતિભવ્ય આયંબીલની ઓળી થશે. નાલંદા યુવક મંડળની સેવાની કામગીરી પ્રસંશનીય હોય છે. નાલંદા તીર્થધામમાં છેલ્લા 17 વર્ષથી સોનલ સદાવ્રત અવિરતપણે અખંડપણે ધમધમતું ચાલી રહ્યું છે. દર મહિને અન્નદાન - ઔષધદાન વિનામૂલ્યે અપાઈ રહ્યું છે. સમગ્ર રાજકોટમાં નાલંદા ઉપાશ્રય માનવરાહતમાં નંબર વન ગણાય છે. આજની નવકારશી દાનરત્ના શારદાબેન મોદી તરફથી હતી. આજની પ્રભાવના દરેકને રૂા.51/- દક્ષાબેન અશોકભાઇ દોશી તરફથી હતી. આ પ્રસંગે સોનલ સિનીયર સીટીઝન ગ્રુપે હાજર રહી પૂ. મહાસતીજીને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે નિલેશભાઇ શાહ, ભુપેન્દ્રભાઇ મહેતા, જયેશભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, પ્રદીપભાઇ માવાણી, સંપટભાઇ મારવાડી, અશોકભાઇ દોશી, વિજયભાઇ ગાઠાણી આદિ સર્વે હાજર રહી પૂ. મહાસતીજીને શુભેચ્છા પાઠવી હતી.   આયંબિલની ઓળીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.