મૃત્યુ સહાય યોજનાનો ચેક અર્પણ


રાજકોટ: વિશ્ર્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ-ઘ્વારા ધાર્મિક સાહિત્ય પ્રચાર પ્રસાર, પ્રકાશન ઉપરાંત વૃઘ્ધો. નિરાધારો માટે તબીબી સહાય ઉપરાંત હયાતી દરમ્યાન ‘મૃત્યુ સહાય યોજના’ ચાલે છે. આ યોજના ના સભ્ય ઉષાબેન વલ્લભભાઈ સંચાણીયાનું અવસાન થતા તેઓના મૃત્યુના ત્રીજા દિવસે સદ્ગતના બેસણા સમયે સંસ્થા ના અરવિંદભાઈ આર ગંગાજળીય, રસિકભાઈ ડી.વાઘસણા. પ્રદિપભાઈ કે. કરગથરા. ગોપાલભાઈ એ.દાવડા, રાજેન્દ્રભાઈ ડી.હરસોરા, તથા ગુર્જર સુતાર જ્ઞાતિના અઘ્યક્ષ મનહરભાઈ વી. કરગથરા સાથે પ્રમુખ રસિકભાઈ ડી. બદ્રકીયા તથા જમનભાઈ જી. સિનરોજા. રમણીકભાઈ આર. પાટણવાડીયા, ભીખુભાઈ પી. વડગામા, રૂબરૂ જઈ સ્વ. ઉષાબેન ના સુુપુત્ર હિતેષભાઈ વી. સંચાણીયા તથા પરિવારજનોની ઉપસ્થિતિમાં રૂા. 60,000/નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.