રાજમાર્ગોની દરરોજ સફાઈ કરવાની વાતો હવામાં; ધુળેટી ગઈ, રંગો રહી ગયા

રાજકોટમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ અને ‘મારુ સીટી સ્વચ્છ સીટી’ અંતર્ગત રાજમાર્ગો 24 કલાકમાં બે વાર સાફ કરવામાં આવતા હોવાનું કોર્પોરેશન તંત્ર વાતુ કરી રહ્યું છે પરંતુ ખરેખર શહેરમાં અનેક વિસ્તારોમાં ગંદકી ખદબદી રહી છે. તો રાજમાર્ગો ઉપર પણ દરરોજ સફાઈ હાથ ધરવામાં હોવાની વાત બોગસ સાબિત થઈ રહી છે. બીજી માર્ચના રોજ ધુળેટીનો ઉત્સવ રાજકોટવાસીઓએ રંગેચંગે ઉજવ્યો હતો. ખાસ કરીને જુવાનડાઓ રાજકોટના રેસકોર્ષ રંગરોડ ઉપર ઉમટી પડ્યા હતા અને રંગોની છોડો ઉડાડી ધુળેટી પર્વ ઉત્સાહ પૂર્વક ઉજવ્યુ હતું. આજે 8 દિવસ બાદ પણ આ રાજમાર્ગો પર ધુળેટીનો કલર હજુ જોવા મળી રહ્યો છે. રાજકોટ રેસકોર્ષ રીંગરોડ પર ફૂટપાથો પર ડિવાઈડર રખડતા ચારેકોર ધુળેટીનો કલર હજુ પણ જોવા મળી રહ્યો છે. જે સુચવે છે કે રાજકોટ શહેરમાં સ્વચ્છતાની વાતો હવામાં રહી છે અને આ રસ્તાઓ ઉપર દરરોજ સફાઈ કરવામાં આવતી નથી. તેની આ તસવીરો ગવાહી પુરે છે. (તસવીર : દિવ્યરાજસિંહ સરવૈયા)