આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ


રાજકોટ તા.13
શહેરના માર્કેટ યાર્ડ નજીક મંછાનગરમાં રહેતા અને બારદાનનો ધંધો કરતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી માધાપર ચોકડી પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવારમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ માર્કેટ યાર્ડ નજીક મંછાનગરમાં રહેતાં મુકેશ ભરતભાઈ ગજેરા ઉ.વ.27 નામના ભાનુશાળી યુવાને ગઈ કાલે બપોરે માધાપર ચોકડી પાસે પુલ ઉતરતા રસ્તે ફીનાઈલ પી લેતા તેને સારવાર માટે સીવીલમાં ખસેડાયો છે. પ્રાથમીક તપાસમાં મુકેશ બે ભાઈ બે બહેનમાં મોટો અને અપરણીત છે તથા આજી ડેમ પાસે માન સરોવર પાર્કમાં બારદાનનો ધંધો કરે છે આર્થિક ભીસથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.