ગાંધીનગરમાં ખેડૂત આંદોલન છાવણીનો સંકેલો

ગાંધીનગરમાં ધરણાં ઉપર બેઠેલા ખેડૂત આગેવાનોની ગઈકાલે પોલીસે અચાનક જ અટકાયત કરી પોલીસવડાની કચેરીમાં બેસાડી દીધા હતા. પરિણામે ખેડૂત આગેવાનો જે.કે.પટેલ, સાગર રબારી, ડાયાભાઈ ગજેરા, જયેશભાઈ પટેલ વગેરેએ પોલીસ સાથે ચર્ચા કર્યા બાદ છુટકારો થયો હતો. મહારાષ્ટ્રમાં હજારો ખેડૂતોએ નાસિકથી મુંબઈ સુધી કૂચ કરી સરકારને રેલો લાવી દેતા ગુજરાતમાં ખેડૂત આંદોલન વકરે તે પહેલા ગુજરાત સરકારે ખેડૂત આંદોલન છાવણીનો સંકેલો કરાવી લીધો હતો.