કોડીનારમાં આધ્યાત્મિક વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો


કોડીનાર,તા.13
કોડીનાર સંત નિરંકારી મંડળ દ્વારા નવતર આધ્યાત્મિક વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો હતો. સદ્ગુરૂ માતા સવિંદર હરદેવસિંહજી મહારાજની કૃપાથી કોડીનારમાં સંત નિરંકારી મંડળ દ્વારા જાહેર કાર્યકમ મુંબઈનાં પ્રચાર મહાત્મા અસરફીલાલ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પીટલના ડો.મનિષ મુદગલ, રેવારી (હરીયાણા) થી ડો.બી.એમ. મુદુગલ, સંત નિરંકારી મિશન જુનાગઢ જિલ્લાનાં સંયોજન અને જ્ઞાનપ્રચારક શ્રી જગદીશભાઈ, કાળુભાઈ આહિર, મુંબઈના મહેશભાઈ વાળાએ પોતાનાં પ્રવચનો રજુ કર્યા હતા.