જૂનાગઢમાં તબીબોએ સાયકલ રેલી કાઢી


જુનાગઢ,તા.13
જુનાગઢમાં નેશનલ મેડીકલ કમિશ્ર્નર ના વિરોધને લઇ જુનાગઢમાં 70થી વધુ ડોક્ટરોએ ગાંધી ચોકથી આઇએમએ હોલ સુધી સાયકલ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો.
સરકાર દ્વારા ચુંટાયેલા મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાને નાબુદ કરી બીન લોકશાહી અને સરકારી નેશનલ મેડીકલ કમિશન લાવવાના વિરોધમાં દેશભરના ડોક્ટરોએ કરેલ વિરોધના ભાગરૂપે રવીવારે જુનાગઢના 70 થી વધુ ડોક્ટરોએ જુનાગઢમાં સાયકલ રેલી યોજી હતી. જેમાં ડો. જાવીયા, ડો. લાખાણી સહિતના શહેરના નામાંકીત તબીબો જોડાયા હતાં.