જૂનાગઢમાં દાતારની જગ્યા પાસે અનેક લોકોનું દબાણ

જુનાગઢ તા.13
જુનાગઢના ઉપલા દાતારના મહંત વિઠ્ઠલબાપુએ તંત્રને આખરી અલ્ટીમેટ આપી નીચલા દાતારથી ડેમ સુધીના માર્ગ પરની પેશકદમી દુર કરવા જણાવ્યું છે. અને જો ટુંકમાં નીરાકરણ નહીં આવે ઉ5વાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારતા કાંઇક નવા જુનાના એંધાણ વર્તાય રહ્યાં છે. જુનાગઢનાં ઉપલા દાતારના મહંત વિઠ્ઠલબાપુ દ્વારા નીચલા દાતારથી ડેમ સુધીના 9 મીટર પહોળા રસ્તા પરપેશકદમી થયેલ છે. તે દુર કરવા માટે અનેક વખત માંગણી કરવામાં આવેલ છે. અને વર્ષો સુધી દાતારની જગ્યા નહીં છોડનાર વિઠ્ઠલબાપુ આ મામલે એક વખતનો નીચેના પગથીયા સુધી આવી ગયા હતા અને પત્રકારોને સંબોઘ્યા હતા ચીમકી ઉચ્ચારી છે કે ટુંકમાં નિરાકરણ નહી આવે તો હું ઉપવાસ આંદોલન કરીશ.
ઉર્જા ઉત્સવ કાર્યક્રમ
જુનાગઢ જીલ્લા બ્રહ્માંણ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને કવીક નિબંધ તથા ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી જેમાં વિઘારાજ સ્કુલની ધો.8ની વિઘાથીની ઠાકર ક્રિષ્નાબેન ઠાકર ક્રિષ્નાબેન ગોૈતમભાઇએ નિબંધ તથા ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.
ગાંધી રિચર્સ ફાઉન્ડેશન જલગાંવ દ્વારા ગાંધી વિચાર સંસ્કાર પરીક્ષા લેવામાં આવી હતી જેમાં જુનાગઢ
કૃષ્ણ વિઘા મંદીર શાળાનું પરિણામ 100 ટકા આવ્યું હતું. તથા જીલ્લા કક્ષાએ આ શાળાની ગોજીયા ક્રિષ્ના પ્રથમ, માવદીયા દક્ષા દ્રીતીય ક્રમ
પ્રાપ્ત કરી ગોલ્ડ અને સીલ્વર મેડલ મેળવ્યો હતો.