આજની પ્રાર્થના

ભક્તની અને ભગવાનની ભેદરેખા
એક તરફ મારું અંતર કહ્યા કરે છે
તું મારી આસપાસ જ છે.
બીજી તરફ મારી દર્શનતરસી આંખ
ફરિયાદ કરે છે કે તું ક્યાં છે ?
એક વખત એમ લાગે છે કે ન દેખાતા
તારા પગલાની પાછળ દોડે
રાખું તો તું મળી જઈશ.
બીજી વખત એમ ભાસે છે કે
આમ કરવામાં હું સાવ ભૂલો પડી જાઉં છું;
નથી તને પામી શકતો કે નથી મને મળી શકતો.
ત્રિશંકુ જેવી હાલતમાં મુકાઈ જાઉં છું. - પૂજ્ય યશોવિજયસૂરિ (ક્રમશ:)