શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવ...


ગોંડલ :
દેરડી કુંભાજી ખાતે સમસ્ત રૈયાણી પરિવાર દ્વારા તા : 25/3/18 થી 31/3/18 દરમ્યાન શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં શ્રીમદ્દ ભાગવત મહાત્મ્ય કથા,નૃસિંહ અવતાર, વામન/રામ/કૃષ્ણજન્મ, ગોવર્ધન લીલા, શ્રીરૂક્ષ્મણી વિવાહ તથા સુદામા ચરિત્ર સહિતના અનેકવિધ કાર્યક્રમો રખાયાં છે.ત્યારે ગોંડલ શ્રી રાજબાઈ માતાજી મઢ(મંદિર) ડેરા શેરી, નાની બજાર ખાતે ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવનાર છે. કથાના વ્યાસપીઠ પર પૂજ્ય જીજ્ઞેશદાદા બિરાજી કથાનું રસપાન કરાવવામાં આવશે. મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યને સફળ બનાવવા પ્રવિણભાઇ રૈયાણી, ડાયાભાઇ રૈયાણી, કેતનભાઇ રૈયાણી, મહેશભાઈ રૈયાણી, મનીષભાઈ રૈયાણી, યોગેશભાઈ રૈયાણી, સંજયભાઈ રૈયાણી,રસિકભાઈ રૈયાણી,જલ્પેશભાઈ રૈયાણી, આશિષભાઈ રૈયાણી, ચેતનભાઈ રૈયાણી,વિપુલભાઈ રૈયાણી, સુરેશભાઈ રૈયાણી, અંકુરભાઇ રૈયાણી સહિતના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.