જુનાગઢમાં ફરી સફાઈ કર્મચારીઓની ધમકી

જુનાગઢ તા.11
જુનાગઢની સીવીલ હોસ્પિટલમાં શનિવારે સફાઇ કામદારોએ પગાર સહીતના પ્રશ્ર્નો ન ઉકેલાતા સફાઇ કામગીરી બંધ કર્યા બાદ પડતર માંગણી નહી સંતોષાય તો સોમવારથી હડતાલ શરુ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
જુનાગઢની સીવીલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝથી ફરજ બજાવતા સફાઇ કામદારોએ શનિવારે એકા એક સફાઇ કામગીરી બંધ કરી દીધી હતી. આ કર્મીઓને એવી માંગણી હતી કે કોન્ટ્રાકટર દ્વારા તેઓને સરકારી નિયમોનુસાર પગાર મળ.ે અને નીયમ મુજબના સમયમાં કામ લેવામાં આવ.ે આવી અનેક માંગણીઓ અંગે રજુઆતો કરવા છતાં યોગ્ય ન કરાતા શનિવારે સફાઇ કામદાોર સફાઇ કામ બંધ કરી હડતાલ ઉપર ઉતરીગયા હતા અને હોસ્પિટલ સતાવાળાઓને રજુઆતો કરી હતી. દરમ્યાન સફાઇ કામદારોના જણાવ્યા મુજબ જો સોમવાર સુધીમાં યોગ્ય નીરાકરણ કરવામાં નહી આવે તો 1પ0 થી વધુ સફાઇ કર્મીઓ સોમવારથી હડતાલ શરુ કરશે.