કેશોદમાં સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખની વરણી....


કેશોદ ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજની વાડીમાં રવીવારે સાંજે સમસ્ત બ્રહ્મ સમાજના નવા પ્રમુખ માટે ની મિટિંગ મળી હતી. ચૂંટણીમાં ત્રણ ઉમેદવારોમાંથી ભરતભાઇ લખલાણીને 136 મત મળ્યા હતા. જ્યારે રાજુભાઇ પંડ્યાને 28 મત મળ્યા હતા. અને વિજેતા ઉમેદવાર આશિષમહેતા ને 140 મત મળતા ભારે કસોકસની ટક્કર વચ્ચે માત્ર 4 મતે આશીશ મહેતા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ચૂંટાય આવ્યા હતા.
(તસવીર:પ્રકાશ દવે-કેશોદ)