ભાણવડના રાણપરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝબ્બે


ભાણવડ તા,13
ભાણવડ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બરડા ડુંગર વિસ્તારમાં ઉપરોકત ડ્રાઈવર અનુસંધાને દારૂ બંધીના કાયદાનું કડક અમલ કરાવવા અને દારૂની પ્રવૃતી ઉપર સંપૂર્ણ અંકુશ મેળવવા કોમ્બીંગ પેટ્રોલીંગનું આયોજન કરી તમામ ટીમો દ્વારા બરડા ડુંગર વિસ્તારમાં અવાવરૂ તેમજ શંકાસ્પદ જગ્યાઓ/સ્થળોએ પોલીસ દ્વારા તા.12/3/18ના ચેકીંગ હાથ ધરેલ અને ચેકીંગ દરમ્યાન પોલીસને હકીકત મળેલ કે ફોરેસ્ટ ઓફીસથી 200 મીટર દુર ધામણી નેસ જવાના પગ કેડીના રસ્તે જુની પડતર ખાણો આવેલ તેમાં જંગલી બાવળના જુડોની કાટમાં ભાદા રાજા મોરી રબારી રહે ધામણી નેસ વાળાએ ગે.કા. ઈંગલીશ દારૂનો જથ્થો મંગાવી સંતાડેલ છે તેવી હકીકત આધારે પંચો સાથે રેઈડ કરી જુની ખાણમાં ાવળોની કાટમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ 70 કિંગ રૂા.28000/-નો શોધી કાઢી ફરારી આરોપી ભાદા રાજા મોરી વિરુધ્ધ ગુન્હો રેકોર્ડ કરાવી તેને પકડી પાડવા ચારેય તરફ ચક્રો ગતિમાન કરેલ છે આ કોમ્બીંગ ઓપરેશનની કાર્યવાહીથી દારૂના ધંધા કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે અને આ વિસ્તારની જાહેર જનતામાં ખુશીની લાગણી ફેલાયેલ છે અને જાહેર જનતામાં પોલીસ દ્વારા અવાર નવાર આવી કાર્યવાહી કરવા માંગ ઉઠેલ છે.