દાતાના સહયોગથી ક્ધયાશાળાની બાળાઓ પ્રવાસે


ભાણવડની તાલુકા શાળા નં. 3 (ક્ધયાશાળા)ની ધો.1 થી 8ની કુલ 72 બાળાઓ દાતા મોહનભાઇ કટેશીયાએ આર્થિક સહયોગ આપી એક દિવસીય પ્રવાસ કરાવેલ. આ પ્રવાસમાં રાણાવાવની જાંબુવંગ ગુફા, ભારત મંદિર, તારા મંદિર, સાંદિપની આશ્રમ તથા રંગબાઇ દરીયા કીનારા જેવા જોવાલાયક સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. આ તકે શાળાના આચાર્ય શંકરસિંહ બારીયાએ આર્થિક સહયોગ આપનાર દાતા મોહનભાઇ કટેશીયા તેમજ દવારામબાપાની જગ્યાઓ આભાર માન્યો હતો જેમના થકી આ બાળાઓને પ્રવાસનો લાભ મળ્યો હતો.
(તસ્વીર: હિતેન્દ્રસિંહ જાડેજા-ભાણવડ)