સ્પેશીયલ મોડ્યુલ પ્રોગ્રામ અંગે તાલીમ


જૂનાગઢ,તા.13
ફીશરીઝ કોલેજ વેરાવળ ખાતે સ્પેશિયલ પ્રોગ્રામ મોડયુલ અંગેની બે દિવસીય તાલીમ યોજાઈ હતી. ઈંગ્લીશ લર્નીંગ સ્ટુડીયો, જૂનાગઢના નિષ્ણાતો દ્વારા વિધાથીઓને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ, કોમ્યુનિકેશન સ્કીલ્સ, બોડી લેગ્વેજ, નોકરી માટે નાં ઇન્ટરવ્યુ ની તૈયારી તથા વ્યક્તિત્વ વિકાસ ને લગતા વિવિધ વિષયોની તાલીમમાં 42 સ્નાતક કક્ષા નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.