ભાણવડની શાળામાં દિક્ષાંત સમારોહ યોજાશે


ભાણવડ તા.13
ભાણવડની સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ ખાતે તાજેતરમાં જ ધો. 10-1ર તેમજ 1ર સાયન્સના વિઘાર્થીઓનો દિક્ષાંત અને વિદાય સન્માન સમારોહ ઉજવાઇ ગયો ત્યારે શાળાનું વાતાવરણ એકદમ ભાવવાહી બની રહ્યું હતું.વિદાય શબ્દના મહાત્મ્યને તાદ્રશ્ય કરતા આ સમારોહમાં ભાગવતાચાર્ય અને યોગાચાર્ય એવા સુરેન્દ્રભાઇ દવેએ વિશેષ હાજરી આપી વિદાઇ લઇ રહેલા વિઘાર્થીઓને તેમજ શાળાના અન્ય વિઘાર્થીઓને યાદ શકિત વધારવાના નુસ્ખાઓ, સફળતા કેમ મેળવવી? એકાગ્રતા અને શાંતિ કેમ મેળવવા? સાદગી યોગ તેમજ વૈજ્ઞાનિક વિશે પોતાના જ્ઞાનનો નિચોડ પીરસ્યો હતો જયારે અમર જયોત આશ્રમના મહંત સ્વરુપાનંદજીની ઉ5સ્થિતિ પણ પે્રરણાદાયી બની રહી હતી. ટ્રસ્ટી ભીમશીભાઇ કરમુરે પણ વિદાય લઇ રહેલા વિઘાર્થીઓને ભાવવાહી વકતવ્યમાં પ્રેરણા આપી હતી શાળાનો સ્ટાફ અને વિઘાર્થીઓએ પોતા પોતાના અનુભવો વહેંચ્યા હતા. વિઘાર્થીઓને વિદાય આપતી વખતે ઉ5સ્થિત તમામ મહાનુભાવો શિક્ષકો તેમજ વિઘાર્થીઓની આંખોના ખુણા ભીના મળતા હતા. (તસ્વીર :હિતેન્દ્રસિંહ જાડેજા ભાણવડ)