ધોરાજીમાં બાલધા પરિવારનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


ધોરાજીમાં સમસ્ત બાલધા પરિવારના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી તથા સુરાપુરા ખીમજી બાપાના સાનિધ્યમાં તા.24-3-2018ને શનિવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આ પ્રસંગે પરિવારના તેજીસ્વી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે તા.24-3-2018ને શનિવારે બાલધાચોરા ખાતે સવારે 9 વાગ્યાથી હવન શરૂ થશે બીડું હોમવાનો સમય બપોરે 3:30 કલાકે, મહાપ્રસાદ બપોરે 11:30 કલાકે લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં રાખેલ છે તેમજ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ તા.23-3-2018 ને શુક્રવારે રાત્રે 8:30 કલાકે લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં રાખેલ છે સન્માન સમારંભમાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ ધો. 10,12, કોલેજના ત્રણેય વર્ષમાં સાયન્સ, કોમર્સ તથા આર્ટસ અને માસ્ટર ડિગ્રી તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા પ્રથમ, દ્વિતિય, તુતીય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવશે પરિવારના વિદ્યાર્થીઓએ પોતાના માર્કશીટની ઝેરોક્ષ, ફોન નંબર સરનામાં સાથે અનમોલ હાર્ડવેર, વડલી ચોક ધોરાજી મુકામે પહોંચતી કરવી અથવા 9898734103 વોટસેપ નંબર પર પ્રિન્ટ નીકળી શકે તેવો ફોટો પાડી મોકલી આપવાની રહેશે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહારગામથી આવનાર પરિવારના મહેમાનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી બાલધા પરિવારના લોકો હાજરી આપશે. (તસ્વીર : મનસુખ બાલધા)