જામનગરની સરકારી હોસ્પીટલમાં વેપારીનું ખિસ્સુ કપાયું : મોબાઇલ ગયો

જામનગર તા.13
જામનગરમાં ગોકુલનગર પાણાખાણ નજીક શિવનગર શેરી નં.પ માં રહેતા ચશ્માના વેપારી બાબુભાઇ દુદાભાઇ ગાજણોતર ગઇકાલે જામનગરની સરકારી હોસ્પીટલ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં આવ્યા હતા અને બ્લડબેંક પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કોઇ અજ્ઞાત શખ્સે તેમના ખીસ્સામાંથી રૂા.8ર00 ની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરી લીધાની ફરીયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
ધુવાવ ગામના અન્ય એક યુવાનનો પણ મોબાઇલ ફોન ચોરી લેવાયો છે. જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં રહેતો નિલેશ કરશનભાઇ પરમાર નામનો યુવાન જામનગરમાં દરબારગઢ શાકમાર્કેટ વિસ્તારમાં આવ્યો હતો. જ્યાં ગીરદીનો લાભ લઇને કોઇ તસ્કર તેમના ખીસ્સામાંથી રૂા.6 હજારની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
પરણીતાને સાસરીયાઓનો ત્રાસ
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામની વડની અને લાલપુરમાં જુના દલિત વાસમાં પરણાવેલી તેજલબેન મનોજભાઇ ઢચા નામની 30 વર્ષની મહેશ્ર્વરી મેઘવાર જ્ઞાતિની પરણીતાને તેણીના શ્ર્વસુર પક્ષના સભ્યોએ ઘરકામ બાબતે તકરાર કરી ચારિત્ર્ય અંગે શંકા-કુશંકા કરી ઘરમાંથી હાકી કાઢી હતી.
આથી તેણીએ મેઘપર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ મનોજ વાલજીભાઇ ઢચા, સાસુ મીનાબેન વાલજીભાઇ ઢચા, સસરા વાલજીભાઇ અને દિયર મયુર વાલજીભાઇ વગેરે સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.