જામનગરમાં યુવતિએ બાઈક પર બેસવાની ના પાડતા છેડતી - મારકુટ


જામનગર તા,13
જામનગરમાં દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતી એક યુવતિ ગઈકાલે દિગ્વીજય પ્લોટ શેરી નં.65માંથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક ઉપર આવેલા નીતિન રમેશભાઈ દામાએ તેણીને બળજબરી પૂર્વક બાઈક ઉપર બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે યુવતિએ ઈનકાર કરતા તેણીનું કાડું પકડી નિર્લજ વર્તન કર્યું હતું. આ સમયે યુવતિના પિતા આવી જતા તેને તેમજ યુવતિને માર મારવામાં આવ્યો હતો. આરોપીના પિતા રમેશ દામા પણ દોડી આવ્યો હતો અને પિતા-પુત્રી પર હુમલો કરતા છેડતી કરનાર આરોપી અને તેના પિતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
એરફોર્સના પ્રતિબંધિત વિસ્તારમાંથી એકની ધરપકડ
પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસી આવેલા એક શખ્સને એરફોર્મ સિક્યોરીટીના સ્ટાફે ઝડપી લીધો હતો અને સ્થળ ઉપર પોલીસને બોલાવી સુપ્રત કરી દીધો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં ભુલથી એરફોર્સ એરિયામાં પ્રવેશ મેળવી લીધાનું તારણ મળતા હાશકારો અનુભવાયો છે. જામનગર તાલુકાના સિક્કાના ભગવતીપરા વિસ્તારનો વતની કરશનભાઈ ગણેશભાઈ ગઈકાલે ભુલથી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી લેતાં સીટી સી ડિવિઝનના પોલીસ સ્ટાફે તેની અટકાયત કરી લીધી છે અને તેની સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.