લાખોટા અને રણમલ તળાવમાં જળચરોને બચાવવા ફુવારા ચાલુ


જામનગર તા.13
જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ તેમજ રણમલ તળાવમાં માછલીઓ તેમજ અન્ય જળચર પ્રજાતિઓને બચાવવા માટે નવો ફાઉન્ટન શરૂ કરવામાં આવ્યો છે. તળાવમાં પાણીમાં ઘટાડો થઈરહ્યો હેવાના કારણે પાણીમાં ઓક્સિજનની માત્રા દિનપ્રતિદિન ઘટતી જતી હતી જેને લઈને માછલીઓ સહિતની જળચર પ્રજાતિઓના મુત્યુ નિપજી રહ્યા હતા જેને લઈને જામનગર મહાનગરપાલિકા દ્વારા ઓક્સિજનની માત્રામાં વધારો થાય તેના ભાગરૂપે મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારાજ ફુવારો બનાવી તળાવમાં તરતો મુકવામાં આવ્યો છે અને આજથી ફાઉનટન ચાલુ કરી ઓક્સિજન વભુમાં વધુ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.
જામનગરના લાખોટા તળાવની મઘ્યમાં જુદા જુદા વિસ્તારનાં નાના-મોટા કુલ આઠ જેટલા ફુવારાઓ મુકેલા હતા જે અલગ અલગ સમયે ફુવારાઓ ચાલુ કરવાથી તળાવમાં બંધીત રહેલુ પાણી ઉપર હવામાં ઉડીને ફરીથી તળાવમાં પડવાથી ઓક્સિજનની પ્રક્રિયામાં વધારો થઈ રહ્યો છે. તેજ રીતે પાછળના રણમલ તળાવમ)ં ઓફિક્સજનની માત્રા વધુ પ્રમાણમાં ઘટી રહી હોવાથી માછલીઓ વગેરેના મૃત્યુ નિપજતા હોવાનું તારણ નિકળ્યું હતું જેને લઈને આજે એક નવો ફુવારો મુકી દેવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય વધુ ત્રણ ફુવારો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આગામી ઉનાળાના દિવસોમાં તળાવની મઘ્યે પાણીનું લેવલ વધુ નિચે જવાથી ઓક્સિજનની માત્રા દિનપ્રતિદીન ઘટતી જતી હોવાનું અનુમાન લગાવીને જુદા જુદા વિસ્તારમાં ફુવારાઓ ચાલુ કરી વધુને વધુ ઓક્સિજન મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલમાં 9 ફુવારાઓ ચાલુ છે અને ટુંક સમયમાં કુલ 12 જેટલા ફાઉન્ટન તળાવની મઘ્યમાં ગોઠવી દેવાશે અને તેને ઓલટરનેટ ચાલુ રાખવામાં આવશે તેમ મહાનગરપાલિકાના સીટી ઈજનેર શૈલેસ જોષીએ વાતચિત દરમીયાન જણાવ્યુ હતું.