જામનગરમાં યુવતીએ એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવી મોત માગતા અરેરાટી


જામનગર તા.13
જામનગરમાં ડીકેવી સર્કલ સામે આવેલા સિધ્ધિ વિનાયકના એપાર્ટમેન્ટના આઠમાં માળે ધાબા પરથી એક અપરણીત વણીક યુવતીએ ગઇકાલે સાંજે રહસ્યમય સંજોગોમાં મોતની છલાંગ લગાવી લેતા તેણીનો કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. તેણીના આ પગલાથી પરીવારજનો સ્તબ્ધ બની ગયા છે.
જામનગરમાં ડીકેવી કોલેજની સામે આરામ હોટલની પાછળ આવેલા સિધ્ધિ વિનાયક એપા.ના બ્લોક નં.30ર માં રહેતી જુહીબેન રાજીવભાઇ રમણીકભાઇ મહેતા નામની ર0 વર્ષની અપરણીત યુવતીએ ગઇકાલે સાંજે છ વાગ્યાના અરસામાં પોતાના એપા.ના આઠમાં માળે ધાબા પર ચડી જઇ કોઇ અગમ્ય કારણોસર નીચે પડતું મુકી દઇ આત્મહત્યા કરી લીધી હતી. તેણી ધડાકાભેર નીચે પડતા એપા.ના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને પરીવારજનો તેમજ પાડોશીઓએ તેણીની લોહી નીતરતી હાલતમાં તાબડતોડ સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં પહોચાડી હતી પરંતુ સારવાર મળે તે પહેલા તેણીએ દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા રાજીવભાઇ રમણીકભાઇ મહેતાએ પોલીસને જાણ કરતા સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ. ફીરોઝભાઇ દલ તેમની ટીમ સામે ઘટનાસ્થળે તેમજ જીજી હોસ્પીટલમાં દોડી ગયા હતા. મૃતક યુવતીએ બારમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને પોતે અપરણીત હતી. તેણીના આ પગલાના કારણે પરીવારજનો સ્તબ્ધ બની ગયા છે. તેણીએ કયા સંજોગોમાં આ પગલું ભરી લીધું જેનાથી પરીવારજનો પણ અજાણ છે. મૃતકના પિતા હાર્ડવેરને લગતી દુકાન ધરાવે છે અને તેણીને સંતાનમાં બે પુત્રીઓ છે. જે પૈકીની મોટી પુત્રીના આત્મઘાતી પગલાને કારણે તેઓ અવાચક બની ગયા છે.
વિદેશી દારૂ સાથે
જામનગરમાં સાધના કોલોની પહેલા ઢાળીયા પાસેથી મોટરસાયકલ પર ઇંગ્લીશ દારૂનો જથ્થો નીકળેલા જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદભાઇ ખીચડા તેમજ સદામ હુશેન અબ્દુલભાઇ બ્લોચ નામના બે શખ્સોને પોલીસે આંતરી લીધા હતા અને તેઓ પાસેથી પ6 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો તેમજ બાઇક વગેરે કબ્જે કરી લીધા છે અને બંને સામે દારૂબંધી ભંગ બદલ ગુન્હો નોંધી ધરપકડ કરી છે. જેઓની પુછપરછમાં દારૂનો જથ્થો જામનગરના પ્રફુલ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું જાણવા મળતા પોલીસે તેણે ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.