જામનગર શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

જામનગર તા.13
જામનગર શહેર અને જીલ્લામાં સોમવારથી ગુજરાત માઘ્યમિક પરીક્ષા બોર્ડની ધો.10 અને ધો.12 ની વિજ્ઞાન પ્રવાહ તેમાજ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. ધો. 10 ની પ્રથમ દિવસની પરીક્ષામાં કુલ 18168 વિધાર્થીઓ નોંધાયા હતો જે પૈકી 259 વિધાર્થી ગેરહાજર રહ્યા હતા જ્યારે 17909 વિધાર્થીએ પરીક્ષા આપી હતી. તે જ રીતે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનના પેપરમાં 2234 વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી. જ્યારે સામાન્ય પ્રવાહમાં નામાના મુળતત્વના પેપરમાં 5730 વિધાર્થીઓ નોંધાયેલા હતા જે પૈકી 60 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. 5670 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જામનગર કેન્દ્રમાં એકપણ કોપી કેસ નોંધાયો ન હતો.