સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

ભૂજ,તા.13
સગીર બાળાનું અપહરણ કરી બળાત્કાર કરનાર આરોપીને અદાલતે વિવિધ કલમો હેઠળ ર0 વર્ષની સખત કેદ અને પ000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 16 વર્ષની આ શ્રમિક બાળાનું એક મહિના સુધી ગોંધી રાખી જાતિય અત્યાચાર કરાયો હતો, જેને મધ્યપ્રદેશ પોલીસે જે તે સમયે બળાત્કારીની ચંગાલમાંથી છોડાવી હતી. સત્તાવાર રીતે અપાયેલી માહિતી અનુસાર પીડિતાના પિતાએ પ ઓકટોબર, ર016માં કેન્ટ પોલીસ થાણામાં નોંધાયેલી ફરિયાદમાં દર્શાવ્યું હતું કે તેની 16 વર્ષિય પુત્રી બે દિવસ પૂર્વે સવારે મજુરી કામ માટે ગઈ હતી, સાંજ સુધી પરત નહીં ફરતા આજુબાજુ અને કુટુંબીઓને ત્યાં શોધ ચલાવી હતી પરંતુ તેની ભાળ મળી ન હતી. મુળ મંદસૌરના અને હાલ ભૂજની આંબેડકર કોલોનીમાં રહેતા ર1 વર્ષિય વિશાલ ઉર્ફે ગોમુ સંતોષ કલોશિયા આ બાળાનું અપહરણ કરી ગયો હોવાની શંકા સર્જાઈ હતી. પોલીસે ગુનો નોંધીને આદરેલી તપાસ દરમ્યાન મળેલી બાતમી પરથી ભુજ જઈને આરોપી વિશાલ અને તેના બે સહયોગી કમલેશ ઉર્ફે કરણ તથા સુધાબાઈની ધરપકડ કરી હતી. પીડિતાના નિવેદન મુજબ વિશાલ તેને જબરજસ્તી રતલામ લઈ ગયા હતો ત્યાથીં બીજા બેની મદદથી ભુજ લઈ ગયા અહીંં એક ઘરમાં બંધ રાખીને એક મહિના સુધી બળાત્કાર કર્યો હતો. તપાસ દરમ્યાન બે આરોપી ફરાર થઈ ગયા હતા. આ કેસ ચાલી જતા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પ્રદીપકુમાર વ્યાસે આરોપી વિશાલને કેદ અને દંડની સજા ફરમાવી હતી. દંડના રૂા. પ000 પીડિતાને સહાયરૂપે ચુકવવા પણ આદેશ કર્યો હતો.