આહિર બંધુ પર ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરનાર ત્રણ આરોપીના જામીન મંજુરરાજકોટ,તા.13
કોટડા સાંગાણીના કરમાળ પીપળીયાના પાટીયા પાસે આહિર બંધુ પર ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરનારા ત્રણ આરોપીઓએ જામીન મુકત થવા કરેલી અરજી કોર્ટે મંજુર કરી છે.
આ કેસની વિગત મુજબ તા.31-12-2017ના રાત્રીના સમયે કોટડા સાંગાણી તાલુકાના કરમાળ પીપળીયા ગામના પાટીયા પાસે બસ-સ્ટેન્ડ નજીક બેઠેલા જગદીશભાઇ ગોવિંદભાઇ લાવડીયા (રહે. નાનામાંડવા) તથા ભાવેશભાઇ સાદુળભાઇ ડાંગર (રહે. મોટા દડવા) ઉપર ફોરવ્હિલ ગાડીમાં આવેલા ચાર શખ્સોએ ફાયરીંગ કરી છરી વડે ભાવેશભાઇ સાદુળભાઇ ડાંગરને ગભીર ઇજા કરી હત્યાનો પ્રયાસ કરેલો જે અંગે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં આરોપી તરીકે નાગરાજ જનકભાઇ વાળા તેમજ પુષ્પરાજ જનકભાઇ વાળા (બન્ને રહે. ગોંડલ) તેમજ આશિષ વિરકુભાઇ વાળા (રહે. મોટા દડવા)નાઓનું નામ આરોપી તરીકે ખુલેલુ જેથી તેઓએ કોર્ટમાં જામીન અરજી કરેલી જે જામીન અરજી ચાલી જતા કોર્ટે દલીલો તથા પુરાવાઓને ધ્યાને લઇ કોર્ટે તમામ આરોપીઓના જામીન મંજુર કરવાનો હુકમ કરેલો. આ કામમાં આરોપી વતી એડવોકેટ રધુવીરીસંહ આર. બસીયા રોકાયા હતા.