ખંભાળીયામાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

દ્વારકા જિલ્લાની ક્રાઈમ ડાયરી ખંભાળીયા,તા.13
ખંભાળીયાના ગઢવી યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
ખંભાળીયામા ગુલાબનગર ટેકરી પાસે રહેતા કમલેશ જેઠાભાઈ સંધીયા નામનાં ર0 વર્ષનાં યુવાને ગઈકાલે રવિવારે પોતાનાં ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યુ નીપજયુ હતુ.
વેપારીની નઝર ચુકવી ઉઠાંતરી
ભાણવડમાં લાખાણી ચોકમાં રહેતા અને વેરાડ નાકા બહાર "વલ્લભ પ્રોવિઝન સ્ટોર નામથી અનાજ-કરિયાણાની દુકાન ધરાવતાં મહેન્દ્રભાઈ મંગલદાસ લાખાણી ઉ.વ.47 ની દુકાનમાં મોટરકાર મારફતે આવેલા બે અજાણ્યા શખ્સોએ તેઓને ચોખા અને તેલની ખરીદી કરવાનું જણાવી, તેના નમુનાઓ જોવા માંગ્યા હતા.
આથી વેપારી યુવાન મહેન્દ્રભાઈ લાખાણી તેમનાં ગોડાઉનમાં તેલ અને ચોખાનાં નમુનાઓ લેવા ગયા હતા, ત્યાં પાછળથી આ અજાણ્યા શખ્સો નજર ચુકવીને ટેબલ પાસે પડેલો રેકઝીનનો થેલો ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.
બાઈકની ઉઠાંતરી
ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતા દેવરાજભાઈ પાલાભાઈ ચાસીયાનું જી.જે.37 ડી 803ર નંબરનું રૂા.એક લાખની કિંમતનું મોટરસાયકલ ગત તા.પ મી ના રોજ કોઈ તસ્કરો ચોેેરી કરીને લઈ ગયાની ફરીયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.
સગીરાનુ અપહરણ
ખંભાળીયા તાલુકાનાં "બેરાજાગામે રહેતા એક પરિવારની સગીર વયની અને સતર વર્ષની ઉંમરની પુત્રીને કલ્યારપુર તાલુકાના "મોટા આસોટાગામે રહેતો કમલેશ રાયદે ગઢવી નામનો શખ્સ લગ્ન કરવાની લાલચે, બદકામ કરવાનાં ઈરાદે ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરીયાદ સગીરાના પિતાએ અહિંની પોલીસમાં નોધાવેલ છે.
જુગાર રમતા
ખંભાળીયાના સંજયનગર વિસ્તારમાં રવિવારે પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન પી.આઈ. પી.બી.ગઢવીની સુચના મુજબ આ જ વિસ્તારમાં રહેતા ગઢવી પાલા હરજુગ ભાચકન, માણસુર પુના મસુરા, અરજણ વેરશી મશુરા, જીવાભાઈ માણસુર વાનરીયા અને રાજપાર લખમણભાઈ મસુરા નામનાં પાંચ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂા.16.100 નો મુદામાલ કબ્જે કર્યો છે.
યુવાનને મારી નાખવાની ધમકી
ખંભાળીયા તાલુકાનાં સલાયા ગામે રહેતો મહેમુદ ઓસમાણભાઈ ઘાવડા નામનો ર3 વર્ષનો મુસ્લીમ યુવાન ગઈકાલે રવિવારે ડી.વી.નગરમાં પાણી ટાંકા પાસે હતો, ત્યા સલાયાનો રહેવાસી હુશેન નુરમામદ ભગાડે આવીને "આ કામ ઉપર અહિં આવીશતો જાનથી મારી નાખીશતેમ કહી ધમકી આપવા સબબ સલાયા મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ પ06(ર) મુજબ ગુનો નોંધાયો છે.