કારનું ટાયર ફાટતા સાયલા-વઢવાણ હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત

સુરેન્દ્રનગરના ગરાસીયા પરિવારના ત્રણ સભ્યોને અકસ્માતમાં
ગંભીર ઈજા વઢવાણ તા. 13 સાયલા નજીકથી કારનું ટાયર ફાટતા કાર પલ્ટી ગઇ હતી. સુરેન્દ્રનગરના ગરાસિયા પરિવારના ત્રણ વ્યકિતના મોત નિપજયા હતા. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે આ પરિવાર કોઇક કૌટુંબિક કામ સબબ જઇ રહ્યા હતા. ત્યારે અકસ્માત નડતા ક્ષત્રિય પરિવારમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાઇ ગયો છે.
આ અરેરાટી ભર્યા બનાવ અંગેની જાણવા મળતી વિગત સુરેન્દ્રનગર રહેતા અનોયસિંહ પરમારનો પરિવાર કૌટુંબિક કામ સબબ ચુડાથી ધ્રજાઠ ગામે પોતાની કાર નંબર જી.જે. 1 એચ. કે. 5623 લઇને નીકળ્યો હતો.
જ્યારે આ પરિવાર જોરાવરનગર થી સાયલા તરફના હાઇવે પર કારમાં જઇ રહ્યો હતો ત્યારે રાખીયા નાલા પાસે કારનું ટાયર ફાટતા કાર પલ્ટી મારી ગઇ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં અનોયસિંહ પરમાર (ઉ.વ. 63) તેમના પુત્ર સહદેવસિંહ (ઉ.વ. 34) અને તેના પુત્રી હરસિધ્ધીબેન (ઉ.વ. 27)ને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે ગમખ્વાર અકસ્માતમાં અનોયની પુત્ર હિતેન્દ્રસિંહ (ઉ.વ. 38) તેમજ કનુભા પરમાર (ઉ.વ. 44) નામના ભાવીકાબેન મળી ત્રણના ઘટના સ્થળેજ મોત નિપજ્યા હતાં.
આ અકસ્માતની જાણ થતા જ જોરાવરનગરના પીએસઆઇ ડી.જે.વાધેલા, રાઇટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
મૃતકોની લાશના પીએમ માટે તથા ઇજાગ્રસ્તોને સારવારમાટે ખેસડી ઘટનાની તપાસ હાથ ધરી હતી. (તસ્વીર : રૂદ્રદત્તસિંહ રાઠોડ, વઢવાણ)