દાઉદી વ્હોરા સમાજના 53માં દાઈની અમદાવાદમાં પધરામણી


આટકોટ તા,13
વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્લભાઈ સાહેબ ‘સૈફુદીન’ (ત.ઉ.શ.) આજે અમદાવાદ ખાતે આવતા હજારો વ્હોરા અનુયાયીઓમાં ખુશાલી છવાઈ છે ! અમદાવાદના સરસપુર વિસ્તારમાં મદકૂન થયેલા મહાન ઓલિયા કુત્બુદ્દીન શહીદનો આજે અને આવતીકાલે બે દિવસીય ઉર્ષ મુબારક સંદર્ભે આજે શનિવારે તાજદાર ડો.સૈયદના સાહેબ ઉજ્જૈન શહેરથી અમદાવાદ સવારે પધારી તેઓ સરસપુર વિસ્તારમાં આવેલ કુત્બુદ્દીન શહીદના મજાર પર માથું ટેકવવા આવેલ ત્યાં બહોળી સંખ્યામાં આવેલ વ્હોરા બિરાદરોએ તેમના દિદાર કરી ધન્યતા અનુભવી હતી અને બેહાથ જોડી મૌલા મૌલાના નારાથી રોઝા પરિસર ગુંજી ઉઠ્યું હતું.