જસદણના શૌચાલય કૌભાંડમાં પાલિકા કર્મચારીને ગાંધીનગરનું તેડુઆટકોટ તા,13
જસદણ નગરપાલીકાના શૌચાલય કૌભાંડમાં પાલીકાના કર્મચારી કલ્પેશ બારૈયો આગામી તા.3 એપ્રીલના રોજ ગુજરાત નગરપાલીકાના નિયામકનું તેડુ આવતા આગામી દિવસોમાં આ લાખો રૂપીયાના કૌભાંડ અંગે કડાકાભડાકાના નિર્દેશો સાંપડી રહ્યા છે.
જસદણ પાલીકામાં ગત ભાજપના શાસનમાં શૌચાલય બનાવવાની કામગીરીમાં જુદા જુદા પ્રકારે લાખો રૂપિયા ઉસેડી ગયાની રાવ રાજકોટ જિલ્લા કલેકટરને થઇ હતી આ સંદર્ભે તપાસ થતા લાખખ રૂપિયાનું કૌભાંડ ખુલ્યુ હતું.
તપાસ દરમીયાન 13 એજન્સી સામે પોલીસ કેસ ચાર કર્મચારીઓ સસ્પેન્ડ અને ચીફ ઓફીસર બદલી થઇ હતી અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર તપાસમાં બહાર આવ્યો હતો. ત્યારે કર્મચારીને તેડુ આવતા પ્રજાના પરસેવાની કમાણીરૂપે ભરાતા વિવિધ વેરાઓની રકમ ખાનાઓને કડક સજા થાય તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.