કંડલા પોર્ટ ટ્રસ્ટને રૂા.92 કરોડની રકમ જમા કરાવવાના હુકમ સામે થયેલી અપીલ રદ

રાજકોટ તા,13
સુપ્રીમ કોર્ટના ત્રણ નિવૃત ન્યાયમૂર્તિઓની આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ કંડલા પોર્ટ ટ્રસ્ટ (દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ) અને ચેન્નઇ સ્થિત જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. વચ્ચે ચાલતા આર્બીટ્રેશન પ્રોસીડીંગ્સમાં કે.પી.ટી.ને રૂા.92,32,724/- બેન્કના એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવાના આદેશ સામે કંડલા પોર્ટ ટ્રસ્ટે રાજકોટની કોમર્શીયલ કોર્ટમાં કરેલી અપીલ લાંબા કાનુની જંગ બાદ રદ કરવામાં આવી છે.
આ કેસની વિગત મુજબ કંડલા પોર્ટ ટ્રસ્ટ (કે.પી.ટી.) દ્વારા મલ્ટીપર્પઝ કાર્ગોને બીલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફરથી ચલાવવા માટે આપવાનું હોવાથી ટેન્ડર બહાર પડાતા ચેન્નઈ સ્થિત જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.ને ટેન્/ડર મળતા કે.પી.ટી. તથા જે.આર.ઈ. પ્રા.લી. વચ્ચે કાર્ગો બર્થ નં.15ના ડેવલોપમેન્ટ માટે બીલ્ડ/ઓપરેટ-ટ્રાન્સફર માટેનો ક્ધસેશન એગ્રીમેન્ટ થયેલ હતો. ત્યારબાદ બન્ને પક્ષકારો વચ્ચે પેમેન્ટ અને કામ બાબતે વિવાદ થતા પક્ષકારો દ્વારા કરારની શરત મુજબ કોઇપણ તકરાર ઉપસ્થિત થાય તો ત્રણ આર્બીટ્રેટરની પેનલ દ્વારા તેનું નિરાકરણ લાવવાની જોગવાઈ કરવામાં આવેલી હોય પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ જસ્ટીસ આર.સી. લાહોટી, જસ્ટીસ જે.એમ. પંચાલ તથા જસ્ટીસ એ.આર.દવેની નિમણુંક આર્બીટ્રેટર તરીકે કરવામાં આવેલી અને કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા સદર આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ તકરારનું નિવારણ લાવવા માટે અરજી કરવામાં આવેલ હતી.
કે.પી.ટી. દ્વારા મુખ્યત્વે એવી રજુઆતો કરી કે જે. આર ઈ. ઈન્ફ્રા પ્રા.લી. દ્વારા કરાર પાલનમાં અસંખ્ય ચુકો કરવામાં આવેલ હોવાથી એગ્રીમેન્ટ ટર્મીનેટ યાને રખદ કરવો જોઇએ જયારે સામે જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. દ્વારા એવી તકરાર લેવામાં આવેલી કે રદ કરવાની કાર્યવાહી કરતા પહેલા જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.એ લીધેલી લોનની રકમની 90% રકમ એટલે કે રૂા.92,82,32,724/- ક્ધસેશન એગ્રીમેન્ટમાં નક્કી થયા મુજબ કે.પી.ટી. દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના એસ્ક્રો ખાતામાં જમા કરાવ્યા બાદ જ મીલ્કત કે અન્ય તકરારો સંદર્ભે નિર્ણય કરી શકાય.
મુખ્ય તકરારનું નિવારણ થાય ત્યાં સુધીમાં જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. દ્વારા આર્બીટ્રેશન એકટની કલમ-17 મુજબ અરજી દાખલ કરી ક્ધસેશન એગ્રીમેન્ટની શરત નં.17.1 અને 17.5 મુજબ મુખ્ય તકરારનો નિવેડો ન આવે ત્યાં સુધી વચગાળાની રાહત રૂપે કે.પી.ટી. દ્વારા જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.ના એસ.બી.આઈ.ના એસ્ક્રો ખાતામાં રૂા.92,82,32,724/- જમા કરાવવા અરજી કરેલી હતી જે અરજી આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા મંજુર કરવામાં આવતા કે.પી.ટી. દ્વારા રાજકોટની કોમર્શીયલ કોર્ટમાં અપીલ દાખલ કરેલ આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા કરવામાં આવેલ હુકમ રદ કરવા માંગણી કરવામાં આવી હતી.
જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.ને કે.પી.ટી. આવી અપીલ કરશે તેવો અંદાજ હોય તેઓએ પહેલેથી જ કોર્ટમાં કેવીએટ દાખલ કરી દીધેલ હતી અને તેઓને સાંભળ્યા વિના અદાલત કોઇ નિર્ણય ન કરે તેવી માંગણી કરેલ હતી જેથી અપીલ દાખલ કરાતા જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. તરફે એવી રજુઆતો કરેલ કે એગ્રીમેન્ટની શરત મુજબ કંડલા પોર્ટ ટ્રસ્ટ આ રકમ એસ.બી.આઈ.ના ખાતામાં જમા કરાવે તો જ જે.આર.ઈ. ઈન્ફ્રાના કબજામાં રહેલી મિલ્કતો કંડલા પોર્ટ ટ્રસ્ટ પરત માંગી શકે તેવી સ્પષ્ટ જોગવાઈ કરારમાં હોવા છતા કંડલા પોર્ટ ટ્રસ્ટને મિલકતોનો કબ્જો મેળવવો છે પરંતુ પૈસા જમા કરાવવા નથી જે હકીકત એગ્રીમેન્ટથી વિરુધ્ધની છે કોઇ પક્ષકાર એગ્રીમેન્ટની એક શરતન પાલન કરે અને બીજી શરતો અવગણે તે વ્યાજબી નથી જો કંડલા પોર્ટ ટ્રસ્ટને મીલકતોનો બીજા રહીત કબ્જો મેળવવો હોય તો તે માટે કરારની શરત મુજબ લોનની 90% રકમ ભરવી જ પડે તેવી રજુઆત કરવામાં આવેલી.
બન્ને પક્ષકારો દ્વારા કરવામાં આવેલી દલીલો બાદ જે.આર.ઈ. ઈન્ફ્રા વતી થયેલી દલીલો માનય રાખી અપીલ રદ કરતા પોતાના વિસ્તૃત ચુકાદામાં અદાલતે નોંધેલુ કે કરારની શરતો મુજબ કોઇપણ પક્ષકારની કસુરને કારણે કરાર રદ થાય તો લોનની 90% રકમ કંડલા પોર્ટ ટ્રસ્ટ તથા 10% રકમ જે.આર.ઈ. ઈન્ફ્રા એ બેંકના ખાતામાં ભરવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે તે હકીકત કેન્દ્રમાં રાખવામાં આવતા આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલ તારણો ભુલ ભરેલા જણાતા નથી જેથી અપીલ રદ કરવા હુકમ કર્યો છે.
આ કામમાં જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. વતી એડવોકેટ એસ.એન.સોપારકર, તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.