બાલંભા સ્માર્ટ વિલેજ બનશે કે માત્ર પ્રચારલક્ષી કાર્યક્રમ?

જોડીયા તા.13
તાજેતારમાં બાલંભા ગામે વિદેશ વસતા કડીયા જ્ઞાતિના લોકો દ્રારા બાલંભાને દત્તક લેવાનું તેવી વાતો સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ હતુ. જેમાં અમેરિકામા રહેતા જગતભાઈ દ્રારા ફક્ત 1000 દિવસમાં બાલંભાની કાયા પલટ કરી આપવાની ખાત્રી આપેલી હતી.
આ વિસ્તારની વાસ્તવિકતાની વાત કરીયે તો અહિ ચૌગ્લે, અને સુઝનોલ જેવી કંપનીઓ વર્ષાથી કાર્યરત છે. પરંતુ ગ્રામજનોની હાલત સધરી નથી અને કોઈ સમસ્યા હલ પણ થયેલ નથી. ખરેખર તો આ વિસ્તારની જમીનો પર અનેક ઉધોગપતિઓ ઉધોગ સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જે માટે સ્થાનિક લોકોની લાગણી મેળવવાની કોશિષના ભાગરૂપે આ પ્રકારના કાર્યક્રમો યોજાયો હોવાનું લોકોમાં ચર્ચાય છે. આ કાર્યક્રમના આયોજકોએ ીમડીયા-પત્રકારો સાથે પક્ષપાત ભરી નીતી અપનાવી હતી. ઈરાદાપૂર્વક અમૂક સાચા પત્રકારોને આમંત્રિત કરાયા જ ન હતા.
આ બાબતે વિદેશથી આવેલ જગતભાઈને એક પત્રકારે પ્રશ્ર્ન પુછાયો આ ગામને તમો કો રીતે સ્માર્ટ વિલજ બનાવશો? તેના પ્રત્યુતરમા જગતભાઈએ જણાવ્યુ કે સરકારની અનેક યોજનાઓ છે. તેને કાર્યકરત કરાવશું તેમજ મારા અનેક ઉધોગપતિઓ સાથે સંપર્ક છે તેઓની સહાય પણ લઈશું. આ બાબતે જણાવવાનું કે આ પ્રકારનું સ્માર્ટ વિલેજતો સ્થાનિક અગ્રણીઓ પણ કરી શકે છે તો પછી વિદેશી લોકોની જરૂરજત જ ક્યાં છે. અને આવા મોટા ક્રાર્યક્રમોનું આયોજન કરી પ્રચારલક્ષી દેખાડાના નાટક કરવાની શું જરૂર છે? તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે.