જામનગરમાં છોટે કાશી પરશુરામ સેના આરતી ગૃપ દ્વારા આરતી મહોત્સવ


જામનગર,13
જામનગરમાં છોટી કાશી પરશુરામ સેના આરતી ગ્રુપ દ્રારા સાપ્તાહિક ભગવાન પરશુરામ ની આરતી પાબારી હોલ દુખભંજન મંદીર પાસે દર રવિવારે સાંજે કરતા હોય અને બ્રહ્મસમાજ ભુદેવબંધુ આરતીમાં સહભાગી બને છે.
જામનગર ને છોટી કાશી નું સુંદર અને ધાર્મિક નામે મળેલ છે અહીં દેવો ન દેવ મહાદેવ ના શિવાલયો આવેલ છે ધર્મનગરી માં બ્રહ્મ સમાજ ના ઉત્સાહી યુવાનો દ્રારા ઈષ્ટદેવ ભગવાન પરશુરામ ની સાપ્તાહીક (દર રવિવારે સાંજે) આરતી કરતા હોય તેમની ઉજવણી કરવા નું આયોજન કરેલુ. તા.11 ને રવીવારે સાંજે 6.00 કલાકે, સ્થળ પાબારી હોલ જામનગર ખાતે આરતી મહોત્સવનું ભવ્ય આયોજન માં આવેલ છે મુખ્ય અતિથિ તરીકે સાપ્તાહીક ભગવાન પરશુરામની આરતી ની શરૂઆત કરનાર માલવભાઈ પંડીત (રોયલ ભુદેવ) ઉપસ્થિત રહેશે.
આયોજનને સફળ બનાવવા માધવ પુંજાણી, હાર્દીક ઓઝા, ધવલ વ્યાસ, ભવ્યરાજ ખીરા, સંજયકુમાર ત્રિવેદી રૂપેશભાઈ પુરોહિત (શાસ્ત્રજી) જીગરભાઈ કલ્યાણી, ભાગર્વભાઈ ભટ્ટ, ચિરાગ ઓઝા, રાજુ ભટ્ટ, પિનાકીન ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યાં છે.