સોમનાથ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ


વેરાવળ તા. 13
ઘો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો ગીર-સોમનાથ જીલ્લામાં ગઇ કાલે પ્રારંભ થયેલ અને બંન્ને પરીક્ષાનો પ્રથમ દિવસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ હોય તેમ સમગ્ર જીલ્લામાં એક પણ કોપીકેસ થયેલ ન હોવાનું જાણવા મળેલ છે.
ગીર-સોમનાથ જીલ્લામાં ધો.10 માં 26,664 જયારે ધો.12 સા.પ્ર.માં 14,900 અને ધો.12 વિ.પ્ર.માં 2,168 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંઘાયા હતા. બોર્ડની પરીક્ષાના પ્રારંભ પૂર્વે જીલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર કલેકટર, કલાસ-1 અને 2 ના અઘિકારીઓ, જીલ્લા શિક્ષણઘિકારી સાથે શાળા-સંસ્થાના સંચાલકો દ્રારા પરીક્ષા આપવા આવતા વિઘાર્થીઓને કંકુ તિલક સાથે મોઢા મીઠા કરાવી આવકારાયા હતા. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ઘો.10 માં ગુજરાતી અને અંગ્રેજીનું પેપર હતુ જયારે ઘો.12 સા.પ્ર.માં નામાના મૂળતત્વો, ઘો.12 વિ.પ્ર.માં ભૌતિક શાસ્ત્રનું પેપર હતુ. આજે પ્રથમ દિવસે ઘો.10 માં 21,228 પરીક્ષા આપેલ જયારે 407 વિઘાર્થીઓ ગેરહાજર રહેલ હતા. ઘો.12 સા.પ્ર.માં 8,પ78 પરીક્ષા આપેલ જયારે 112 વિઘાર્થી ગેરહાજર રહેલ અને ઘો.12 વિ.પ્ર.માં 2,060 પરીક્ષા આપેલ જયારે 8 વિઘાર્થી ગેરહાજર રહેલ હતા.
આમ, આજે પરીક્ષાના પ્રથમ દિવસે ચોરી નો કે ગેરરીતો એકપણ કેસ ન થયેલ હોવાનું જીલ્લા શિક્ષણઘિકારી મયુર પારેખ માહિતી આપતા જણાવેલ કે, સમગ્ર જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં વાલીઓના સહકારથી સારા માહોલમાં પરીક્ષાનો પ્રથમ દિવસ સંપન્ન થયેલ છે. (તસ્વીર: ઠકરાર રાજેશ)