પ્રભાસપાટણ: ભીડીયા (બંદરે) રામચરિત માનસનું આયોજન

પ્રભાસપાટણ,તા.13
વેરાવળ તાલુકાનાં ભીડીયા (બંદર)મુકામે રામેશ્ર્વર મંદિરનાં પટાગણમાં રામથાનું તા.18 થી ર6 ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કથાના પાવન પ્રસંગોમાં પોથીયાત્રા 18-3 ને રવિવારનાં રોજ બપારે ર કલાકે, શિવ વિવાહ 19-3 ના રોજ સાંજે 6 કલાકે રામ પ્રાગટ્ય તા.ર0-ર ને મંગળવારે સાંજે 6 કલાકે રામ વિવાહ, તા.ર1-3 ના રોજ સાંજે પ-30 કલાકે અને કથા વિરામ તા.ર6-3ને સોમવારના રોજ સાંજે 6 કલાકે 18 થી 16 દરમ્યાન ચાલતી કથાનો સમય સાંજે 4 થી 7 નો રાખવામાં આવેલ છે. આ રામ કથાના વકતા કથાકાર શ્રી કરણભાઈ જોષી ( ઉંબાવાળા) છે. આ કથાનું આયોજન ગોપી સતસંગ મંડળ તથા સમસ્ત ભીડીયા-બંદર દ્વારા આયોજન કરવામાં આવેલ છે.આ કથાનાં આયોજક રામેશ્ર્વર સત્સંગ મંડળની બહેનો-ભીડીયા દ્વારાં આજુ બાજુના વિસ્તારના લોકો વધુમાં વધુ લાભ લે તેવું જણાવવામાં આવેલ છે. કથામાં કથાકાર કરણભાઈ જોષી અને રામેશ્ર્વર મંદિરની તસ્વીર નજરેપડે છે. (તસ્વીર: દેવાભાઈ રાઠોડ.પ્રભાસપાટણ)