વેરાવળના ભીડીયા બંદરમાં 823 બાળકોને પોલીયો વિરોધી રસીકરણ

પ્રભાસપાટણ, તા. 13
પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે તા.11 માર્ચના રોજ રાજયભરમાં પોલીયો વિરોધી રસીકરણથી 0 થી 5 વર્ષનાં લાખો બાળકોને આવરલી લેવાયા હતા ત્યારે વેરાવળ તાલુકાનાં ભીડીયામાં છ પોલીયો બુથ ઉપર 823 થી વધારે બાળકોને પોલીયોનાં બે ટીપા પીવડાવવામાં આવેલ હતાં.
તાવડી પ્રા.શારળા બુથ નં.1 103 બાળકો, રામદેવપીર મંદિર બુથ નં.3 143, પે સેન્ટર શાળા બુથ નં.4 માં 145, ભારતી વિદ્યાલય બુથ નં.5 માં 191 અને ભીડભંજન પાસે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળ બુથ સહિત 823 થી વધુ 0 થી 5 વર્ષના બાળકોને પોલીયો વિરોધી રશીનાં ડોઝ આપવામાં આવેલ તા.12 મીના રોજ ઘરે ઘરે જઈ પોલીયોના ટીપા પીવડાવવામાં આવેલ હતાં આ પોલીયો અભિયાનમાં ગીર સોમનાથ અને વેરાવળ કર્મચારી સ્ટાફ આંગણવાડી બહેનો અને આશા વર્કર ભાવનાબેન સહિતના સહભાગી થવાની સાથે તેમની ફ્રજ નિભાવી હતી.
(તસ્વીર: દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)