વિનોબા વિઘામંદીરની વિઘાથીનીઓ દ્વારા કરાટે નિદર્શન


ગીર સોમનાથ જીલ્લાકક્ષાના મહીલા સંમેલનમાં વિનોબા વિઘામંદીર કીડીવાવની વિઘાથીનીઓની ટીમ દ્વારા સળગતિ રીંગમાંથી પસાર થવા સાથે કરાટેનાં જુદા જુદા નિદર્શન કર્યા હતા. નાની ઉમંરે આ વિઘામંદીરની વિઘાર્થીનીઓએ સિઘ્ધી પ્રાપ્ત કરવાની સાથે તેમના શરીર ઉપરથી મોટર સાયકલ પણ પસાર કરી સશ્કત નારી શકિતનું દ્રષ્ટાંત પુરુ પાડયું હતું. આ સંમેલનમાં વિઘાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ કરાટે મહાનુભાવો અને મહીલાઓએ નિહાળી શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર:- રાજેશ ઠકકર-વેરાવળ)