કીડીવાવ ગામમાં મહિલા સંમેલનમાં કરાટે નિદર્શનપ્રભાસપાટલ તા. 13
વેરાવળ તાલુકાના કીડીવાવ ગામે આવેલ વિનોબા વિદ્યામંદિરની વિદ્યાર્થીઓ દ્વારા ગીર સોમનાથ જીલ્લાના મહિલા સંમેલનમાં વિદ્યાર્થીઓ દ્વારા સળગતી રીંગમાંથી પસારથવું સાથે કરાટેનાં જુદા-જુદા નિદર્શન કર્યો હતા.નાની ઉમરે આ વિનોબા વિદ્યા મંદિરની વિદ્યાર્થીઓએ સિધ્ધી પ્રાપ્ત કરવાની સાથે તેમના શરીર ઉપરથી મોટર સાયકલ પસાર કરી અશ્કત નારી શક્તિનું દષ્ટાંતપુરૂ પાડયું હતું.આ સંમેલનમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા કરાટે મહાનુભાવો અને મહિલાઓએ નિહાળી શુભેચ્છા પાઠવી હતી. સાથે કીડીવાવ શૈક્ષણી સંકલનાં પ્રમુખ અને જી.પ.નાં સદસ્ય રામસિંહભાઇ ડોડીયાએ આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.