દ્વારકા જિલ્લાની ક્રાઈમ ડાયરી

જામખંભાળીયા, તા. 13
ખંભાળીયા શહેરની મધ્યમાં આવેલા મ્યુ.ગાર્ડન ખાતે વર્લી મટઠકાનો જુગાર રમતા ધિરજ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાઉ, ચંદ્રેશ જયંતિભાઈ મારૂ , અજાભાઈ ગગુભાઈ કારીયા અને દિપક હરિભાઈ ચોપડાને પોલીસે વર્લીના સાહિત્ય તથા રૂા.ત્રણ હજારની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જયારે એલસીબી પોલીસે ભરાણા ગામેથી ચેતન ઉર્ફે કાનો કરશનદાસ સવજાણી નામના શખ્સને જાહેરમાં વર્લી મટકાના આંકડા લેતા રૂા.4200 રોકડા તથા ચીઠ્ઠી બોલપેન વગેરે સાથે ઝડપી લઈ જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
વીજીલન્સનો દરોડો
ભાણવડ તાલુકાં ના ગુજરાત રાજય સ્ટેટ મોનીટરીંગ વિભાગે જુગાર દરોડો પાડી મસ્જીદની બાજુમાં પાનની દુકાન પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા ઈમરાન મહમદ અલી રાઠોડ રજાક જુસબભાઈ હિંગોરા, કાસમ, રહીમભાઈ કાદરી અને રફીક અલારખાભાઈ બ્લોચને રૂા.9440 રોકડા તથા રૂા.4500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ તેમજ આંકડા લખેડી ચીઠ્ઠી બોલપેન વિગેરે સાથે ઝડપી લીધા હતાં.
આ દરોડા દરમ્યાન હરીયો દરબાર નામનો એક શખ્સ ફરાર થઈ ગયો હોવાનું બહાર આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
યુવતી લાપતા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભેસદડ ગામે રહેતી ભાનુબેન ખેંગારભાઈ સરા નામની 20 વર્ષની ભરવાડ યુવતી અન્ય પરિવારજનો સાથે દ્વારકા ખાતે દર્શન કરવા આવી હતી. ત્યાંથી ભીડમાં અલગ પડી જતા લાપતા બની જવા પામી હતી.
આ અંગે ભેસદડ ગામના ભરવાડ ખેંગારભાઈ પતાભાઈ વેસરાએ દ્વારકા પોલીસમાં ગુમ નોંધ કરાવી છે.