જૂનાગઢના 5 શિવભક્તો 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા કરશેજૂનાગઢ તા.13
જૂનાગઢમાં અમરનાથ યાત્રિકમંડળના પ્રણેતાની આગેવાની હેઠળ 5 શિવભક્તો 12 જ્યોતર્લિગની સાયકલ યાત્રામાં તેઓ કુલ 8,536 કિ.મી નું અંતર 3 માસમાં કાપશે.
આ અંગેની વિગતો આપતા અમરનાથ યાત્રિક મંડળના પ્રણેતા બિપીનભાઈ જોષીએ જણાવ્યું હતું કે અમે આગામી તા.8 એપ્રિલ ને રવિવારે સોમનાથનાં દર્શન શરૂ કરીશું. અમે 3 સાયકલ અને 1 બાઈક પર અહીંથી નિકળશું. અને કેદારનાથમાં સાઈકલ યાત્રા પૂરી થશે. આ માટે તેમાં સામેલ થનાર શિવભક્તો પણ તૈયારીઓ કરી રહ્યા છે. અગાઉ પણ અમે આ રીતે 12 જ્યોતિર્લિગની મોટરસાયકલ પર યાત્રા કરી હતી. તો અગાઉ અનેક વખત અમરનાથ પણ સાઈકલ પર ગયો છું.