દ્વારકા જિલ્લા પંચાયતનું 435.66 કરોડનું બજેટ મંજુર । દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં વિવિધ વર્તમાન

જામખંભાળીયા,તા.13
દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતની ખંભાળીયા સ્થિત કચેરી ખાતે જીલ્લા પંચાયતના આગામી બજેટ અંગેની બેઠક યોજાઈ હતી.જેમાં રૂા.1રપ.4પ કરોડનુ પુરાંતલક્ષી બજેટ મંજુર કરાયું હતુ.
ખંભાળીયા સ્થિત દેવભુમિ દ્વારકા જીલ્લા પંચાયત કચેરી ખાતે તાજેતરમાં બજેટ બેઠક પ્રમુખ મિતલબેન ગોરીયાના અધ્યક્ષસ્થાને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વી.પી.પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવીહતી. જેમાં રર પૈકી 17 સભ્યો હાજર રહ્યા હતા.
આ બજેટ બેઠકમાં જીલ્લાનું આગામી વર્ષ ર018-19 નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ હતુ. જેમાં જીલ્લા પંચાયતની ઉઘડતી સિકલ રૂા.1ર3.78 કરોડ,આગામી વર્ષ દરમ્યાન સંભવિત રૂા.311.88 કરોડની આવક મળી, કુલ રૂા.43પ.66 કરોડ સામે અંદાજીત રૂા.310-ર1 કરોડનું ખર્ચ જતા રૂા.1રપ.4પ કરોડનું પુરાતલક્ષી બજેટ રજુકરાયુ હતુ. જેને મંજુર કરવામાં આવ્યુ હતુ.
આ બજેટમાં ગ્રામ કક્ષાએ વિકાશના કામો માટે રૂા.1.10 કરોડ, શિક્ષણ ક્ષેત્રે કોમ્પ્યુટર લેબ રીપેરીંગ માટે રૂા.પ0 લાખ અને લાયબ્રેરીની સુવિધા માટે રૂા.પાંચ લાખ ફાળવાયા છે. આ ઉપરાંત જાહેર આરોગ્ય ક્ષેેત્રે કીડનીની સારવાર માટે રૂા.આઠ લાખ અને કેન્સરની સારવાર માટે 1ર લાખની જોગવાઈ કરાઈ છે. કચેરીના બિલ્ડીંગની જાળવણી, રીપેરીંગ વિગેરે માટે 1.47 કરોડ, સોલાર સિસ્ટમ માટે રૂા.10 લાખ, ગૌશાળાના ઘાસ-પાણી માટે રૂા.પાંચ લાખ તેમજ પંચાયતના કર્મચારીનું ચાલુ ફરજ દરમ્યાન મૃત્યુ થાય તો મરણોતર સહાય માટે રૂા.એક લાખની જોગવાઈ કરવામાં આવી છે.
ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ
ખંભાળીયાની મામલતદાર કચેરીમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારની લેતી દેતી થતી હોવા અંગે વકીલો-અરજદારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ખંભાળીયામાં બસ સ્ટેન્ડની સામે આવેલી મામલતદાર કચેરીનાં કેટલાક વિભાગો ભ્રષ્ટાચારથી ખરડાયેલા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે. આટલુ જ નહી અહીંના સર્કલ વિભાગમા "સમજાવટપછી જ કામ થતા હોવાથી વકીલો-અરજદારોમાં ભારે વિરોધ ઉઠી રહ્યો છે.
અહિંની કચેરીમાં નવી શરત જૂની શરત અંગેની કાર્યવાહી, વેચાણની નોંધ, એકત્રીકરણ, સોલવન્સી સર્ટી, ખેતીની લગત જગ્યામાં કુવા માટેની માંગ વિગેરે કામગીરી "પ્રસાદીધર્યા બાદ જ કામગીરી કરવામાં આવતી હોવાનો રોષભેર આક્ષેપ વકિલો દ્વારાં કરાઈ રહ્યો છે.
લાઈટીંગ અને ઓથ ટેકીગ સેરેમની
ખંભાળીયાની શૈક્ષણીક સંસ્થા ડીવાઈન ઈન્સ્ટીટયુટ ઓફ નસિંગ દ્વારા પ્રથમ વર્ષનાં નર્સિંગ વિભાગનાં વિદ્યાર્થીઓ માટે આગામી તા.11 મી ના રોજ શપક્ષ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળીયામા રામનાથ સોસાયટી ખાતે આવેલી પાંજરાપોળમાં શૈક્ષણીક સંસ્થા ડિવાઈન ઈન્સ્ટીટયુટ (શકિતનગર)નાં ઉપક્રમે રવિવારે સાંજે નસિંગના વિદ્યાર્થીઆ માટેનાં આ લેમ્પ લાઈટીંગ અને ઓથ સેરેમની પ્રસંગે ખ્યાતનામ કટારલેખક જય વસાવડા મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહેશે.
30 કેસ 3 વાહનો ડીટેન થયા
દેવભૂમી જિલ્લા પો.વ.રોહન આનંદની સુચનાથી નવા આવેલા એ.એસ.પી.શ્રી પ્રશાંતકુમારનાં માર્ગદર્શન હેઠળ બે દિવસ પહેલા 80 કેસ અને 4 વાહનો ડિટેન કરીને પોલીસ દ્વારાં ટ્રાફીક ઝુંબેશની શરૂઆત કરાઈ હતીજે ગઈકાલે પણ ચાલુ રહી હતી.
ગઈકાલે ખંભાળીયા પી.આઈ. ગઢવી તથા ખાસ મહીલા પો.સ.ઈ. દ્વારા નાના બાળકો અને ત્રણ ત્રણ સવારીમાં જતા વિદ્યાર્થીઓ તથા મહીલાઓને ટારગેટ કરાઈ હતી.
વિદાય સમારોહ યોજાયો
તાજેતરમાં ખંભાળીયાનાં ગ્રામ્ય વિસ્તારમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવતી તથા સામાજીક સેવાની પ્રવૃતિઓમાં વિશેષ અગ્રેસર શ્રી વિજય ચેરી. હાઈસ્કુલના ધો.10-1ર ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ શાળાના ટ્રસ્ટી દામજીભાઈ હિરાભાઈ નકુમની અધ્યક્ષતામાં યોજાયો હતો.
ધો.10-1ર ના વિદાય લેતા વિદ્યાર્થી ભાઈ બહેનોએ શાળાની તેમના સમયની સ્મૃતિઆ વર્ણવી હતી તથા પ્રાસંગીક વકતવ્યો આપ્યા હતા.
જાહેર હરરાજી થશે
ગુજરાત રાજયમા રાજય સરકાર દ્વારાં રોકડી કેબીનો રાખીને ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીઓને કાયમી રીતે જગ્યા ફાળવવા સ્ટ્રીટ વેંડર્સ એકટ ર014 નો અમલ ખંભાળીયા પાલીકા દ્વારાં કરાવાયો તથા તેનાં અનુસંધાને આવા નાના ધંધાર્થીઓને કાયમી જગ્યા ફાળવવા માટે પણ આયોજન કરાયુહતુ.
પ્રાથમીક શિક્ષકસંઘના રાજય પ્રમુખ
તાજેતરમાં ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષકસંઘના પ્રમુખ તથા મહામંત્રીની ભારે રસાકસી ભરી ચુંટણી યોજાઈ હતી. જેમાં રાજયનાં ચુંટણી અધિકારી સંજયભાઈ પટેલે મત ગણતરી કરીને વિજેતાઓ જાહેર કર્યા હતા.
કુલ પ00 મતો પડયા હતા. જેમાંથી 494 માન્ય રહ્યા હતા. પ્રમુખની સ્પર્ધામાં ગિરીશભાઈ નાથાભાઈ પટેલને ર14 તથા દિગ્વીજયસિંહ દિલીપસિંહ જાડેજાને ર77 મતો મળતા તેઓ 63 મતે વિજેતા થયા હતા. જયારે મહામંત્રીની ચુંટણીમાં નરેન્દ્રભાઈ ગોહેલને ર14 મત તથા સતીસભાઈ પટેલને ર77 મતો મળતા મહામંત્રી તરીકે સતીશભાઈ પટેલ 41 મતે વિજેતા થયા હતા.