પ્રાચીન ગ્રંથ દ્વારા પરિવારોમાં સંસ્કારો જળવાયા છે-કનકેશ્ર્વરીદેવી


મોરબી:તા.13
ગરવા ગિરનારના સિદ્ધાવતાર સમર્થ સદગુરુ પૂ. કેશવાનંદ બાપુની સાધનાભૂમિ, તપોભૂમિ, ભજનભૂમિ જે ખૂબ ઝડપથી તીર્થધામ તરીકે આકાર પામી રહ્યું છે જ્યાં સંસ્કૃત પાઠશાળા ચાલી રહી છે, જ્યાં 80 થી વધારે ઋષિકુમારો વેદની ઋચાઓ કંઠસ્થ કરી રહયા છે એવા ખોખરા હનુમાનજી ધામ મુકામે કનકેશ્વરીદેવીના મુખે શ્રીમદ્દ ભાગવતકથાનો પ્રારંભ કરાયો છે.
17 દિવસ ચાલનારા આ દિવ્ય ધર્મ મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ભારતીજીબાપુ, કનિરામ બાપુ, જગજીવનદાસ બાપુ, જગદીશચંદ્રજી અધ્યક્ષ, આનંદ અખાડા, ધનંજય ગિરી બાપુ, શિવરામદાસબાપુ પ્રભુચારણદાસજી ટંકારા, દામજીભગત બગથળા, આત્માનંદજી માતાજી ભચાઉ, ઇન્દ્રભારતી બાપુ જૂનાગઢ, ધર્માંચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
કથાના મુખ્ય યજમાન દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તેઓના પરિવાર સાથે જોડાયા હતા મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.
વિશેષ સહયોગી યજમાન સવિતાબેન દેવજીબાપા કૈલા,ભગુભાઈ પટેલ, રમણભાઈ પટેલ, બીપીનભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, હિતેશભાઈ ચાવડા, પરસોત્તમભાઈ કુંડારીયા, કમલેશભાઈ વરસડા, મુકેશભાઈ પટેલ, રમેશભાઈ મોરડીયા, વિઠ્ઠલભાઈ પાંચોટિયા, રવજીભાઈ પટેલ, સવજીભાઈ સુરાણી, માવજીભાઈ પટેલ, મુકેશભાઈ ભડીયાદ, પ્રભાતસિંહ અમરનગર, પ્રવીણભાઈ પટેલ ઉપરાંત અનેક ગામોના સરપંચશ્રીઓ, આગેવાનો પોતાના પરિવારો સાથે બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.
શોભાયાત્રાના પ્રથમ દિવસે શ્રીમદ્દ ભાગવત નું માહાત્મ્ય જણાવતા માઁ કનકેશ્વરીદેવીજીએ જણાવ્યું હતું કે આ મહાનતમ પ્રાચિન ગ્રંથ દ્વારા આપણા પરિવારોમાં સંસ્કૃતિ અને સંસ્કારો જળવાયા છે પોતાની રસાળ અને મધૂર શૈલીમાં ભાગવત નું રસપાન કરાવી પ્રારંભ કર્યો હતો
સહસ્ત્રચંડી યજ્ઞના આચાર્ય અને પ્રખર વિદ્વાન હસુભાઈ પંડ્યા કથાનું સંચાલન કરી રહ્યા છે
તા. 18ને રવિવારથી સહસ્ત્રચંડી મહાયજ્ઞ પ્રારંભ થશે અને તા.26 સુધી રોજ રાત્રે વૃંદાવનની વિશ્વવિખ્યાત રાસ મંડળી દ્વારા રાસલીલાના વિવિધ કાર્યક્રમો યોજાશે. (તસ્વીર: મનીષ ભોજાણી)