મોરબીના ટિંબડીમાં પરિણીતાનો ગળા ફાંસો ખાઇ આપધાત


મોરબી,તા.13
મોરબી ના ટીંબડી ગામે પરિણીતા એ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
મોરબી તાલુકા ના ટીંબડી ગામે રહેતી હીરાબેન મહેશભાઈ ચાવડા ઉં વ 22 નામની પરિણીતા આજરોજ સવાર ના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિણીતા નું મૃત્યુ નીપજ્યું હતું પોલીસ ને બનાવ ની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ ને લાશ ને પીએમ અર્થે હોસ્પિટલ માં ખસેડી ને ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતા નો લગ્નગાળો 2 વર્ષ નો છે અને સંતાન માં એક મહિના નો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે
આરોપી ઝબ્બે
મોરબી તાલુકામાં થી દોઢ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરીને નાસ્તા ફરતા આરોપી ને એસઓેજીની ટીમે .દોઢ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરીને નાસી ગયેલ શખ્સ ને સગીરાને માતા બનાવી દેતાં એસ્ઓજીએ સગીર વયની માતા અને 3 માસની પુત્રીને પોલીસ મથકે સોંપવામાં આવેલ છે
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા વિસ્તાર માંથી વિરમ સોમાભાઈ સોમાણી (ઉ.વ.26) નામના કોળી શખ્સે દોઢ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કર્યું હતું.જેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી જે અંગે
મોરબી એસ્ઓજીની ટીમનેં આ શખ્સ ગાંધીનગર પેથાપુર ગામ ના મફતિયાપરા વિસ્તાર માં હોવાની બાતમી ના આધારે તપાસ અર્થે ટીમ પેથાપુર ગામે દોડી ગઈ હતી.જ્યાં મફતિયાપરા વિસ્તાર માંથી આરોપી વિરમ તેમજ સગીરા અને તેની 3 માસની પુત્રી મળી આવ્યા હતા.એસ્ઓજી દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અને સગીર વય ની માતા તથા તેની પુત્રીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. (તસ્વીર: સંદીપ ઓરીયા)