મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

મોરબી,તા.13
રાજ્યમાં શરુ થતી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં સવારે ધોરણ 10 નું પ્રથમ પેપર પૂર્ણ થયું હતું અને ગુજરાતી વિષયનું પેપર સહેલું નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. પ્રથમ દિવસે મોરબી જીલ્લામાં ધોરણ 10-12 માં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠા મો કરાવીને પરીક્ષાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. શહેરની વીસી હાઈસ્કૂલ ખાતે જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ અને શિક્ષણાધિકારી બી.એન.દવે એ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો પ્રથમ દિવસે ગુજરાતીના પેપરમાં નોંધાયેલા 13559 માંથી 13311 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા જયારે અન્ગેજીના પેપરમાં 260 માંથી 259 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને પ્રથમ દિવસે એકપણ કોપીકેસ નોંધાયો ના હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10 નું પ્રથમ પેપર પૂર્ણ થયું હતું.તેમજ ધોરણ 10 ની સાથે સાથે જ ધોરણ 12 ની પરિક્ષા પણ શરુ થઇ છે જેમાં આજે પ્રથમા દિવસે કોમર્સમાં નામાના મૂળ તત્વો(નવો કોર્ષ) ના પેપરમાં નોંધાયેલા 4271 માંથી 4245 પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા તથા નામના મૂળ તત્વો (જુનો કોર્ષ)માં 395 માંથી 371 પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.તો આર્ટસમાં ભૌતિક વિજ્ઞાનના પેપરમાં નોધાયેલા 2640 પરિક્ષાર્થીઓ માંથી 2638 પરિક્ષાર્થીઓ હાજર રહ્યા તો ધોરણ 12 માંના પ્રથમ પેપરમાં એક પણ કોપીકેસ નોંધાયો ન હતો. (તસ્વીર: સંદીપ ઓરીયા)